31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા પૂર્વ વિસ્તારમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન, પોથી યાત્રા યોજાઈ

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં યોજાનાર છે.

આ શ્રીમદ ભાગવત સપ્તાહ કથાના મુખ્ય વક્તા તરીકે પરમ પૂજ્ય શ્રી સીતારામ મહારાજ, જે પંચમુખી હનુમાન મંદિર મહેમદાબાદના મહંત છે, તેઓ દ્વારા ભક્તોને કથાનું રસપાન કરાવવામાં આવશે.

કથા અંતર્ગત શાસ્ત્રો મુજબ આજરોજ પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પોથી યાત્રામાં મોટી સંખ્યામાં બહેનો તથા ભાઈઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.

વિશેષ આકર્ષણ તરીકે નાની દીકરીઓ દ્વારા માટલી અને કળશ સાથે પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ભક્તિભાવ અને સંસ્કૃતિનો અનોખો નજારો રજૂ કરતો હતો.

આ ધાર્મિક આયોજનથી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જાયો હોવાનું જણાયું હતું.

Related posts

વડોદરામાં જર્જરિત આવાસો મુદ્દે પાલિકાની વડી કચેરી ખાતે બેઠક મોડી રાત સુધી ડેટા ન આવતા બીજા દિવસે પણ અધિકારીઓ સાથે બેઠક

admin

વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલ પ્રેમ પ્રકાશ આશ્રમ ખાતે મંદિરના સાંઈ મુકેશ સાંઈના જન્મદિવસની ઉજવણી

admin

ડભોઇ-વડોદરા રોડ પર ખોદકામનો બેદરકારી ભર્યો મામલો VIP રૂટ માટે તત્કાળ ‘આંખે પાટા’ બાંધવાનો પ્રયાસ

admin

Leave a Comment