Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડાપ્રધાન અને મુખ્યમંત્રીશ્રી વિગેરેના આવવાના હોવાથી રોડ વિભાગ દ્વારા પોતાની લાજ છુપાવવા રોડ ઉપર ચાલુ વરસાદમાં ખાડા પૂરવાની કામગીરી

31 ઓક્ટોબરના રોજ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી પ્રસંગે નર્મદા જિલ્લામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન સહિત મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ આવવાના હોય ડભોઇ થી વડોદરા રોડ ઉપર છેલ્લા ચાર છ માસથી ખાડાઓ પડી ગયા હતા એ ભાઈ જરા દેખ કે ચલો આગે ભી પીછે ભી આ ગીત જેવો વહીવટ કરતાં આર એમ ડી વિભાગ દ્વારા રોડ પરના ખાડા પૂરવામાં આવતા ન હતા પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કાર્યક્રમ હોય ચાલુ વરસાદમાં પોતાના વિભાગની લાજ બચાવવા રોડના ખાડા પૂરતા નજરે પડ્યા હતા અત્યાર સુધી રોડના ખાડા પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી ન હતી…

ડભોઇ થી વડોદરા ખાડામાં છે કે ખાડામાં તે દેખાતું જ નથી ખાડા ના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર પણ મોટા ખાડા જોવા મળી રહ્યા હતા. પરંતુ દેશના વડાપ્રધાન અને મુખ્યમંત્રીશ્રી વિગેરેનાઓ કાર્યક્રમમાં આવવાના હોવાથી રોડ વિભાગ દ્વારા પોતાની લાજ છુપાવવા રોડ ઉપર ચાલુ વરસાદમાં ખાડા પૂરવાની કામગીરીથી લોકોમાં આશ્રય જનક લાગ્યું હતું.

Related posts

વડોદરામાં પ્રિયાલક્ષ્મી ગરણાળા બહાર ભિક્ષુકનો મૃતદેહ મળતા ચકચાર

admin

વડોદરાના ગોરવા વિસ્તારમાં પરિણીતાનો 11મા માળેથી ઝંપલાવી આ-ત્મઘાત

admin

7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજી ની રથયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા ન્યાય મંદિર ખાતે ડ્રોન કેમેરા સાથે પોલીસ તંત્ર સજ્જ…..

admin

Leave a Comment