બોડેલીમાં એસએમસીની મોટી કાર્યવાહી — વિદેશી દારૂનો ધંધો ખુલ્લો પાડ્યો
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમાં એસએમસી ટીમે ગુપ્ત માહિતીના આધારે અચાનક રેડ પાડી મોટી કાર્યવાહી હાથ ધરી હતી.
રેડ દરમિયાન 15 જેટલી ટુ વ્હીલર પર લઈ જવામાં આવતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો હતો.
આ કાર્યવાહી દરમિયાન લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
14 આરોપી ની ધરપકડ અને એક આરોપી ફરાર
સ્થાનિક લોકો મુજબ, છેલ્લા ઘણા સમયથી બોડેલી વિસ્તારમાં વિદેશી દારૂનો ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો હતો, પરંતુ પોલીસ કોઈ પગલું લેતી નહોતી.
બોડેલી પોલીસ ઊંઘતી રહી ત્યારે એસએમસીની ટીમે રેડ પાડી દારૂના ધંધાનો ભાંડો ફોડ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝડપાયેલા દારૂના કિસ્સામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે.

