37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં અંબા માતાના મંદિરે તસ્કરો મંદિરની બે દાન પેટી ઉઠાવી ગયા

વડોદરા શહેરમાં તસ્કરો દિવસે ને દિવસે જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. તસ્કરો હવે ધાર્મિક સ્થાનોને બેરોકટોક નિશાન બનાવી રહ્યા છે. જેમાં આજે કારેલીબાગ વિસ્તારમાં અંબા માતાના મંદિરે માત્ર દોઢ મિનિટના સમયમાં તસ્કરો મંદિરની બે દાન પેટી ઉઠાવી ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસની નાઈટ પેટ્રોલીંગ પર ઓણ સવાલો ઉભા થયા છે.

કારેલીબાગ પાણીની ટાંકીથી હાથિખાના તરફ જવાના માર્ગ ઓર ગબ્બર એપાર્ટમેન્ટ પાસે આતી પૌરાણિક અંબામાતાનું મંદિર આવેલું છે. નવરાત્રીના નવ દિવસ આ મંદિર પર હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે. જ્યારે પોતાની આસ્થા પ્રમાણે દાન દક્ષિણા દાન પેટીમાં મુકતા હોય છે. હજી નવરાત્રી પૂર્ણ થયે એક દિવસ જ થયો છે ત્યાં આજે વહેલી સવારે મંદિરના પૂજારી થોડો સમય માટે દૂધ લેવા બહાર નીકળ્યા એટલામાં બે તસ્કરો મંદિર પરિસરમાં પ્રવેશીને ભોલેનાથ મંદિર અને રાધાકૃષ્ણ મંદિરની દાન પેટી ઉઠાવીને પલાયન થઈ ગયા.

સમગ્ર ઘટના મંદિરના CCTV કેમરામાં કેદ થઈ હતી, જ્યાં માત્ર દોઢ-બે મિનિટ માંજ તસ્કરો આખી દાન પેટી લઈને પલાયન થઈ જતા કેમરામાં દેખાઈ રહ્યા છે. ઘટના અંગે કારેલીબાગ પોલીસને જાણ કરતા પોલીસે CCTVની મદદથી તસ્કરોને શોધવાની તજવીજ હાથ ધરી છે.

મહત્વની વાત એ છે કે, વડોદરા પોલીસનું ગુન્હેગારોને માફી મંગાવવાનું વલણ ગુન્હાખોરીને વધુ વેગ આપી રહ્યું છે. ગુન્હેગારો સામે કડક કાર્યાવહી કરવાને બદલે શહેર પોલીસ પોતાની ઇમેજ બિલ્ડીંગ માટે વધુ કામ કરતી હોય તેમ લાગે છે. જો ગુન્હેગારો પાસે માફી મંગાવવાથી ગુન્હાખોરી કંટ્રોલ કરી શકાય તો આજે જેલની જરૂર જ ન પડે!

Related posts

બજરંગદળ વડોદરા મહાનગર દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિતે કબ્બડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

admin

શ્રી શિતલાજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 16 વર્ષ થી વિના મૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યું

admin

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ઉત્સાહભેર ધુળેટીની ઉજવણી

admin

Leave a Comment