Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ફૅકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં સ્પોર્ટ્સ ડે–2026ની ઉત્સાહભરી ઉજવણી

વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફૅકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં આજે રમતો, ઉત્સાહ અને આનંદના માહોલ વચ્ચે સ્પોર્ટ્સ ડે–2026ની સફળ ઉજવણી કરવામાં આવી. મંગળવાર, તા. 6 જાન્યુઆરી 2026ના રોજ સવારે 9:00 વાગ્યાથી કાર્યક્રમનો આરંભ થયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સ્પોર્ટ્સ ડે અંતર્ગત ક્રિકેટ, બેડમિન્ટન, કેરમ, ચેસ સહિત ત્રિપગી દોડ, લિમ્બુ-ચમચી દોડ અને કોથળા દોડ જેવી મનોરંજક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ રમતોમાં વિદ્યાર્થીઓએ રમતભાવના અને ટીમવર્ક સાથે ભાગ લઈ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન રમતગમતના કોઓર્ડિનેટર શ્રી જનક જાસકિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સહ-સંયોજક તરીકે ડૉ. દીપક સોલંકી તથા મુખ્ય સંયોજક તરીકે ડૉ. નીતિન પરમારએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ફેકલ્ટીના ડીન પ્રો. ગૌરાંગ ભાવસારએ ખેલાડીઓ, સંયોજકો અને વિદ્યાર્થીઓના ઉત્સાહની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, રમતગમત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય છે. તેમણે સ્પોર્ટ્સ ડેની સફળતા માટે સહભાગી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

સ્પોર્ટ્સ ડે દરમિયાન વિદ્યાર્થીઓમાં ખેલકૌશલ્ય, મૈત્રીભાવના અને ટીમવર્ક જેવા મહત્વપૂર્ણ મૂલ્યો વિકસ્યા હોવાનું જોવા મળ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા બદલ વિદ્યાર્થીઓ તેમજ તમામ કર્મચારીઓનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો.

Related posts

વડોદરા શહેર પોલીસ ઝોન 3 દ્વારા ગત રાત્રે વિસ્તારમાં આવતી હોટલમાં સરપ્રાઈઝ ચેન્કીંગ હાથ ધરવામાં આવ્યું

admin

વડોદરા શહેર માં સવારથી વાદળછાયા વાતાવરણનો અદ્ભુત નજારો

admin

વડોદરાના નંદેશરી ગામ મેન બજાર શાકમાર્કેટ પાસેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતા એક પરપ્રાંતીય બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો

admin

Leave a Comment