Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ તાલુકાના પલાસવાડ અને ભીલાપુરા વચ્ચે ST બસને અકસ્માત

​ડભોઇ તાલુકાના પલાસવાડ અને ભીલાપુરા ગામ વચ્ચે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક એસટી (ST) બસ રસ્તાની બાજુમાં આવેલા ખાડામાં ખાબકી હતી. સદભાગ્યે, બસમાં પેસેન્જર ન હોવાને કારણે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આ અકસ્માતમાં બસના ડ્રાઇવર અને કંડકટરને સામાન્ય ઇજાઓ પહોંચી છે.પ્રાથમિક માહિતી મુજબ, ડભોઇ તાલુકામાં રાત્રિથી જ વરસી રહેલા ભારે કમોસમી વરસાદને કારણે માર્ગ પર પાણી ભરાયા હતા અને રપિપડ ચીકણો થયો હતો. જેના કારણે ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ રસ્તા પરથી લપસીને બાજુના ખાડામાં પડી હતી.

​આ અકસ્માત એટલો ગંભીર હતો કે, બસની ટક્કરથી ત્યાં હાજર એક મહાકાય વૃક્ષ પણ ધરાશાહી થઈ ગયું હતું. જો બસમાં વધારે પેસેન્જર હોત, તો મોટી જાનહાનિ થવાની સંભાવના હતી, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા અને માર્ગની સ્થિતિ અંગે સવાલો ઉભા થયા છે.​ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને બસને ખાડામાંથી બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી. વરસાદી માહોલ અને અકસ્માતની ગંભીરતાને જોતા રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવામાં આવી હતી. બસના ડ્રાઇવર અને કંડકટરને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડભોઇ તાલુકાના પલાસવાડ અને ભીલાપુરા ગામ વચ્ચે.ઘટના: એસટી બસ ખાડામાં ખાબકતા અકસ્માત. કમોસમી વરસાદને કારણે ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચી બસ બહાર કાઢવાની કામગીરી શરૂ કરી.

Related posts

બરોડા ડેરીના નવા MD તરીકે હિમાંશુ ભટ્ટની નિમણૂક

admin

વડોદરામાં LPG ગેસની અછત વચ્ચે સ્થાનિક કારખાનેદારોનો અનોખો ચૂલો લોકો માટે સહારો બન્યો

admin

વડોદરના ખોડિયાર નગર ચાર રસ્તા નજીક આવેલ રાજીવ નગર-2 માં આવેલ જૂનું જર્જરિત મકાન ધરાશાયી થયું

admin

Leave a Comment