43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના રર.૬૫ કરોડના ખર્ચે ૧૪ રસ્તાઓના રીસરફેસીંગ કામોની મંજુરી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી.

છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારમાં રસ્તાઓના રીસરફેસીંગ માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. જે રજૂઆતના પગલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારમાં 22.65 કરોડના ખર્ચે 14 રસ્તાઓના રીસરફેસીંગ કામોની મંજૂરી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવતા વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવેલી મંજૂરી અનુસાર છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારમાં આવતા ગામો જેવા કે લુણાજા એપ્રોચ રોડ,SH-ડોબા ચાપરા એપ્રોચ રોડ,સિંગલાજા ટુ રિંછવેલ રોડ,નાલેજ ઓલીઆંબા સિમલફળીયા રૉડ,નાલેજ પીપલેજ બોરઘા રોડ,ઝોઝ વિરપુર લગામી કુંભાણી રોડ,કેવડી સિંગલાજા મીઠીબોર રોડ, સિમલકુવા મોટા રામપુરા રોડ, બોડગામ એપ્રોચ રોડ, ચિચોડ રોઝકુવા રોડ, કુંભાણી એપ્રોચ રોડ, બેડવી ચઠાવાડા દડીગામ રોડ, ભીલપુર વિજોલ રોડની મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા 14 જેટલા રસ્તાઓની મંજૂરી આપવામાં આવતા છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો. આ અગાઉ પણ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની મહેનતથી વિસ્તારના ઘણા રસ્તાઓ મંજૂર થયા છે. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સરકારમાં આ બાબતે રજૂઆત કરતા હોય છે. અને તેઓની રજૂઆત સરકાર સાંભળે પણ છે. અને પ્રજાના પ્રશ્નોનુ ત્વરિત તેઓ નિરાકરણ લાવતા હોય છે. તેને લઈને વિસ્તારના લોકોમાં અનેરી ખુશી જોવા મળી છે.

Related posts

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી રેસ્ટ હાઉસ ખાતે આવેલ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના આક્ષેપો

admin

આદિવાસી જિલ્લો છોટાઉદેપુરમાં આઝાદીના 78 વર્ષ વીતી ગયા છતાં પણ હજુ ઘણા વિસ્તારમાં આજે પણ વિકાસ થયેલો જોવા મળતો નથી

admin

છોટાઉદેપુર એસટી ડેપોના કર્મચારીની સરાહનીય કામગીરી મહિલાનું પાકીટ અને મોબાઈલ પરત કર્યા.

admin

Leave a Comment