30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં રામ નવમીની ઉજવણી માટે કડક પોલીસ બંદોબસ્ત

રામ નવમીની ઉજવણી માટે વડોદરા શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત, 3,000થી વધુ જવાનો તૈનાત

વડોદરા શહેરમાં રામ નવમીની ઉજવણી થશે અને તેના પરિપ્રક્ષ્યમાં શહેર પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. શહેરના પોલીસ કમિશનર નરસિંહકુમારના નેતૃત્વમાં 3,000થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે.

શહેરમાં કુલ 33 યાત્રાઓને મંજૂરી આપવામાં આવી છે અને તે યાત્રાઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે દરેક સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

એસઆરપીની ટુકડીઓ, ડીસીબી, ક્રાઈમ બ્રાંચ, એસઓજી, પીસીબી અને સાઇબર ક્રાઈમ ટીમો પણ સુરક્ષામાં જોડાશે. ડ્રોન ટેકનોલોજી અને પીસીઆર વાહનો દ્વારા કંટ્રોલ રૂમથી સમગ્ર યાત્રા પર નજર રાખવામાં આવશે. તેમજ ધાબા પોઈન્ટ્સ પર પણ પોલીસની ટીમ રાઉન્ડ ધ ક્લોક તૈનાત રહેશે.

વડોદરા પોલીસનો હેતુ શાંતિપૂર્ણ અને સુરક્ષિત રામ નવમી ઉજવણી સુનિશ્ચિત કરવાનો છે.

Related posts

વડોદરા અટલાદરામાં આવેલ જ્યુપિટર હોસ્પિટલમાં 21 વર્ષીય યુવતીનું સારવાર દરમિયાન મોત થતા પરિવારનો ડોક્ટર પર બેદરકારીનો આરોપ….

admin

વિછાવડ ગામે અનોખા લોકકલ્યાણકારી લગ્ન : પશુ-પંખી સેવા અને વૃક્ષારોપણથી સમાજને સંદેશ

admin

બોનસ માટે થયેલી માથાકૂટમાં લૂંટને અંજામ:વડોદરામાં આજવા રોડ ઉદ્યોગપતિના પરીવારને બંધક બનાવનાવી 11.75 લાખની લૂંટ ચલાવનાર 5 આરોપી ઝડપાયા

admin

Leave a Comment