ગીર ગઢડા તાલુકાના કાંધી ગામના વિદ્યાર્થીઓને સ્કૂલે જવાના રસ્તામાં ખાડા ખવડા અને વરસાદી પાણીથી ત્રાહિમામ ગીર ગઢડા તાલુકાના કાંધી ગામના વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે જે રસ્તા ઉપર થી પસાર થાય છે તે રસ્તામાં ચોમાસાના પાણી ભરાય છે અને ખાડા ખવડા વાળો રસ્તા ઉપર થી વિદ્યાર્થીઓને પસાર થવું પડે છે ઘણી વખત તંત્રને રજૂઆત કરવા છતાં હજી સુધી આ સમસ્યાનો નિવારણ આવ્યું નથી હાલ ચોમાસુ ચાલુ છે ત્યારે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ પોતે લોક ભાગીદારી સાથે તેમના વિસ્તારના ખરાબ રસ્તાઓની મરામત કરવા માટે ખુદ પોતે કામે લાગી ગયા છે ત્યારે કાંધી ગામના ગ્રામ પંચાયત ના અધિકારી પદાધિકારીઓને આ બાબત ધ્યાનમાં આવતી નથી કે સમજાતી નથી આ બાળકો સ્કૂલે જતા સમય રસ્તામાં કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ હાલ એ પ્રશ્નો લોકોમાં થી ઉઠી રહ્યો છે રિપોર્ટર : માધુભાઈ ભાલીયા, ઉના

