Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોસંખેડા

સુરક્ષા સેતુ અંતર્ગત વિધાર્થીની બહેનોને સ્વ-રક્ષણની તાલીમ આપવામાં આવી

છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના આદેશથી અને જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર રાઠોડના માર્ગદર્શન હેઠળ જાસ્મીન ચેરિટેબલ ટ્રસ્ટ,વડોદરા દ્વારા જે.ટી.એ. સ્પોર્ટ્સ એન્ડ સેલ્ફ ડિફેન્સ એકેડમી અને વાડો કરાટે ડો એકેડમીના સહયોગથી સંખેડા સ્થિત ડી.બી. પારેખ હાઈસ્કુલની વિધાર્થીની બહેનોને સ્વ રક્ષણની તાલીમ જાબીરહુસેન મલેક દ્વારા સ્વ-બચાવ તાલીમ આપવામાં આવી હતી. તાલીમ લેનાર તમામ બહેનોને સંખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. ડી. પંડ્યા, સુરક્ષા સેતુ સંખેડાના ઈનચાર્જ પાયલબેન ભગવાનભાઈ, મહેશભાઈ અને શાળાના આચાર્ય ચિરાગભાઈ શાહ, વ્યાયામ શિક્ષક મુકેશભાઈ દ્વારા વિધાર્થિનીઓને તાલીમ બદલ શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની કચેરી છોટાઉદેપુર દ્વારા સરદાર બાગ ખાતે શનિ-રવિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

admin

૧૩૭–છોટા ઉદેપુર વિધાનસભાનું નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ છોટા ઉદેપુર APMC ખાતે કાર્યક્રમ યોજાયો

admin

છોટાઉદેપુર નગરના દરબાર હોલ ખાતે નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા 2025નું આયોજન

admin

Leave a Comment