મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ માં આજે રમતો અને આનંદભર્યા ઉલ્લાસ સાથે રમતગમત દિવસ 2025 યોજાયો. 4 જાન્યુઆરી, 2025, શનિવારે સવારે 9:00 વાગ્યાથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
આ રમતોમાં ક્રિકેટ, બેડમિન્ટન, કેરમ, ચેસ, ત્રિપગી દોડ, લિમ્બુ ચમચી દોડ, અને કોથળા દોડનો સમાવેશ હતો. દરેક રમતને સફળ બનાવવા માટે કો-ઓર્ડિનેટર્સે તેમના જવાબદારીભર્યા અને નૈપુણ્યપૂર્ણ આયોજન દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
રમતગમતના કોઓર્ડિનેટર:
1️⃣ ક્રિકેટ: શ્રી દીપક સોલંકી
2️⃣ બેડમિન્ટન: શ્રી ભાનુપ્રતાપ સાહુ
3️⃣ કેરમ: ડૉ. દિવ્યા પટેલ
4️⃣ ચેસ: મિસ ધ્વનિ શાહ
5️⃣ ત્રિપગી દોડ: ડૉ. નીતિન પરમાર
6️⃣ લિમ્બુ ચમચી દોડ: શ્રી યશ દેવલે
7️⃣ કોથળા દોડ: શ્રી મનીષ રોહિત
આ ઉપરાંત, કાર્યક્રમના સહ-સંયોજક તરીકે મિસ ધ્વનિ શાહ અને મુખ્ય સંયોજક તરીકે ડૉ. નીતિન પરમારએ પ્રભાવશાળી આયોજન કર્યું.

