43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ઉત્તરાયણ પર્વ પૂર્વે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલનું જનજાગૃતિ અને સુરક્ષા અભિયાન

આવનાર ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા ફરી એકવાર જનજાગૃતિ અને સુરક્ષા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. “સુરક્ષા વિથ સનશાઇન” નામની આ અનોખી પહેલ હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં અંદાજે 45,000થી વધુ ગળા માટેના સુરક્ષા કવચનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.

આ સુરક્ષા કવચો ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકોને આપવામાં આવશે, જેથી પતંગના દોરા કારણે થતી ગંભીર ગળાની ઈજાઓને રોકી શકાય. દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન દોરાથી થતા અકસ્માતો અને ઇજાઓમાં વધારો જોવા મળતો હોવાથી સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા આ સામાજિક જવાબદારીરૂપ કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ અભિયાનમાં DCB ટ્રાફિક પોલીસ પણ જોડાઈ હતી અને જનજાગૃતિ માટે ખાસ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સુરક્ષિત રીતે ઉત્તરાયણ ઉજવવાની અપીલ કરવામાં આવી હતી.

સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ પરિવાર દ્વારા વડોદરાના તમામ નાગરિકોને આનંદિત, સુરક્ષિત અને સલામત ઉત્તરાયણની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

Related posts

ડભોઇ તાલુકાના ચનવાડા ગામ નજીક ત્રણ ગામનું દારૂનો નાશ કરવામાં આવ્યો

admin

ખાનગી ટ્રેકટર મારફતે વરસાદી કાંસમાં માટીવાળું બોરવેલનું પાણી છોડાયું

admin

ચોટીલા : નાયબ કલેક્ટર સહિતની ટીમે 8 ગેરકાયદે રેતી ભરેલા ડમ્પર પકડી પાડતાં રેતીમાફિયા ફફડી ઉઠ્યા

admin

Leave a Comment