33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

ડભોઇ શહેરમાં ધારાસભ્યશ્રીની અધ્યક્ષતામાં સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ જેઠવાણી હોલ ડભોઇ ખાતે યોજવામાં આવ્યો

ગુજરાત ભરમાં સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત તારીખ 17 સપ્ટેમ્બર 2024 થી તારીખ 02 ઓક્ટોબર 2024 સુધી યોજાનાર છે. આજરોજ તારીખ 17 સપ્ટેમ્બર 2024 ડભોઇ શહેર માં ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્યશ્રી એ જણાવ્યું હતું કે સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતાના ધ્યેય સાથે આ 10 મા વર્ષે સ્વચ્છતા હી સેવા અભિમાન શરૂ કરાયેલ છે. સફાઈ – સ્વચ્છતા ની શ્રેષ્ઠતા માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પુરસ્કાર પણ આપવામાં આવશે. વડાપ્રધાનશ્રી નો સંકલ્પ એક પેડ માં કે નામ જન – જન સુધી પહોંચાડવામાં આવે છે.
ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી નગરપાલિકા પ્રમુખભાઈ બિરેન શાહ જિલ્લા મહામંત્રી ડોક્ટર બી જે બ્રહ્મભટ્ટ, પ્રદેશ કારોબારી સભ્યશ્રી શશીકાંતભાઈ પટેલ, સેનેટરી ઈંસ્પેક્ટર મહેશભાઈ વસાવા, મેનેજર મહેશભાઈ પરમાર તથા નગરપાલિકાના સભ્યશ્રીઓ, નગરજનો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા અને સ્વચ્છતા અંગે ના શપથ પણ લીધા હતા. એક પેડ માં કે નામ અંતર્ગત ધારાસભ્યના હસ્તે વૃક્ષા રોપણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. સ્વચ્છતા હી સેવા ની સેલ્ફી સ્ટેન્ડ સાથે સેલ્ફી પણ લેવામાં આવી હતી. અને નગરજનો ને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

Related posts

Voyage complice Mafia

admin

વડોદરાના વરણામા પાસેથી 11 લાખનો દારૂ પકડાયો

admin

ડભોઇ પાસે આવેલા વેગા ગામ ખાતે ઐતિહાસિક અને કોમી એકતાના પ્રતીક હજરત બાલે પીર બાવાના 588 વૉ ઉર્સ શરીફ મનાવવામાં આવ્યો

admin

Leave a Comment