36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ફરુખાબાદ ઘરાનાના ખલીફા અને પ્રસિદ્ધ તબલા વાદક ઉસ્તાદ સાબીર ખાન દ્વારા તબલા વાદન તથા વ્યાખ્યાન.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના તબલા વિભાગ દ્વારા તા. 11 ફેબ્રુઆરી 2025ના રોજ એક વિશિષ્ટ એક્સ્ટ્રા મ્યુરલ લેકચર અને સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ લેકચર ફરુખાબાદ ઘરાનાના ખલીફા અને પ્રસિદ્ધ તબલા વાદક ઉસ્તાદ સાબીર ખાન દ્વારા આપવામાં આવ્યુંહતું. જેઓએ ‘ફરુખાબાદ ઘરાનાની પરંપરાઓ અને વિશેષતાઓ’ વિષય પર લેક્ચર આપ્યું હતું, જેમાં તેમણે ફરુખાબાદ ઘરાનાની તબલા પરંપરા, વિવિધ બંદિશો અને તેના વિશિષ્ટ સૂક્ષ્મ પાસાઓ અંગે વિશદ માહિતીઓ આપી હતી.

સાંજે ૦૬ કલાકે ફેકલ્ટિ ના કોન્સર્ટ હોલ ખાતે ઉસ્તાદ સાબીર ખાન અને તેમના પુત્ર આરિફ ખાનનું તબલા વાદન પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તબલા વિભાગ ના મોરેશિયસ થી PhD કરવા આવેલ વોમેશ ભુટુઆ એ સાથ આપ્યો હતો તેમજ વડોદરા ના ખ્યાતનામ ઉસ્તાદ ઇલિયાસ ખાને સારંગી પર તેમની સાથે સંગત કરી હતી. ઉસ્તાદ સાબીર ખાને તેમના તબલા એકલ પ્રસ્તુતિમાં ફરુખાબાદ ઘરાનાની પરંપરાગત બંદિશો, કાયદા, રેલાઓ, ગત વગેરે રજૂ કરી, જે દર્શકો માટે એક અવિસ્મરણીય સંગીત અનુભૂતિ સાબિત થઈ હતી.

આ સમગ્ર દિવસભર ચાલેલા સાંગીતિક કાર્યક્રમ દ્વારા તબલાના વૈવિધ્યસભર પરંપરાગત તબલા વાદન ની સંસ્કૃતિને મહત્ત્વ આપવામાં આવ્યું હતું. તબલા વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, સંગીતપ્રેમીઓ અને ગવેશકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

Related posts

સંપૂર્ણપણે ‘નોન કોમર્શિયલ આયોજન’ જ્યારે ૨૫ વર્ષે પહોંચે ત્યારે વડોદરાવાસીઓનો પ્રેમ અને માતાજીની કૃપા કહેવાય.

admin

ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાનો પ્રારંભ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબનું ફૂલ આપી કરાયું સ્વાગત

admin

વડોદરા કોર્પોરેશન બજેટ વિવાદ : સસ્પેન્ડેડ કોંગ્રેસ કોર્પોરેટરોની પત્રકાર પરિષદ

admin

Leave a Comment