વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની હડતાલ આજે 20માં દિવસે પ્રવેશી છે, અને સમસ્યા હજુ સુધી યથાવત રહેતાં આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયું છે.
લાંબા સમયથી ચાલતી પોતાની માંગણીઓ વિશે કોઇ નિરાકરણ ન મળતાં, આજે આંદોલનકારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે –
“ચેરમેન, વાઇસ ચેરમેન તથા સમિતિના સભ્યોને સમિતિની વડી કચેરીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.” પ્રવેશ કરતા પહેલા તેઓએ અમારી માંગણી સાંભળવી પડશે અને સમાધાનની ખાતરી આપવી પડશે
હડતાલ ઉપર રહેલા કર્મચારીઓનું કહેવું છે કે તેઓ વર્ષોથી ન્યાયસંગત માંગણીઓ માટે લડી રહ્યા છે, જેમાં પગાર સમીકરણ, કામગીરીનું પ્રમાણભૂત મૂલ્યાંકન અને ભવિષ્ય નિર્ધારણ સહિતના મુદ્દાઓ સામેલ છે. પરંતુ તંત્ર દ્વારા ગુમશૂદાં વલણ અપનાવવામાં આવી રહ્યું છે.
આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક દરખાસ્તો નહીં સ્વીકારાય તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને જવાબદારો તંત્ર પર જ રહેશે.
સ્થિતી ઉપર તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ જાહેર કરવામાં આવ્યો નથી.

