Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગણપતિ ઉત્સવ દરમ્યાન શહેરમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી તેમજ પાંચ આશ્વાસનની પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગરના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોકસંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોચાડવા માટે ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સિવાયનાં ૨૯ જીલ્લા મથક ખાતે ગણપતિ ઉત્સવ દરમ્યાન શહેરમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી તેમજ ૫ (પાંચ) આશ્વાસન ની પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને પત્રકાર પરિષદ યોજી માહિતી આપી કે પસંદગી પામેલ ૧ થી ૩ ક્રમે આવેલ ગણેશ પંડાલનાં વિજેતાઓને ગુજરાત સરકાર તરફથી પ્રથમ ક્રમે વિજેતાને રૂ.૫,૦૦,૦૦૦/-( પાંચ લાખ પુરા) દ્રિતીય ક્રમે વિજેતાને રૂ.૩,૦૦,૦૦૦/- ( ત્રણ લાખ પુરા) તૃતીય ક્રમે વિજેતાને રૂ. ૧,૫૦,૦૦૦/- ( એક લાખ પચાસ હજાર પુરા) રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
તેમજ અન્ય પાંચ ગણેશ પંડાલને પ્રોત્સાહન પેટે દરેકને રૂ.૧,૦૦,૦૦૦/- રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
આ શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં ભાગ લેવા માટેનાં ફોર્મ જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જીલ્લા સેવા સદન- એ – ૮, બીજો માળે, છોટાઉદેપુર ખાતેથી મેળવી તા.૨૮/૦૮/૨૦૨૫ બપોરે ૧૨ : ૦૦ કલાક સુધી માં પરત કરવાના રહેશે. સમય મર્યાદા બાદ ફોર્મ માન્ય રહેશે નહિ.

Related posts

વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતોની આજુબાજુ પસાર થતાં ડીજે અને ત્યાં ફોડાતા ફટાકડા પર પ્રતિબંધ મૂકવા રજૂઆત

admin

વડોદરામાં તહેવારોને લઈ શાંતિ સમિતિની બેઠક, સુરક્ષા જાળવવા પર ભાર

admin

વડોદરામાં નર્મદા ભવન ખાતે આવેલ જન સેવા કેન્દ્રમાં ભારે ભીડ

admin

Leave a Comment