વડોદરાથી ભાડે મેળવેલ હુન્ડઇ વેન્યુ કારને કારના માલીકની જાણ બહાર બારોબાર મધ્યપ્રદેશમાં વેચાણ કરી રૂપીયા સાડા ત્રણ લાખ મેળવી ઠગાઇ કરવાના મધ્યપ્રદેશના ગુનાના નાસતા ફરતાં રીઢા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ
ક્રાઇમ બ્રાન્ચના મળેલ માહીતી આધારે ટીમે સનફાર્મા રોડ બ્રીજ પાસેથી ઇસમ નામે અતાઉર રહેમાન ઉર્ફે અતો સાકીરભાઇ મેમણ રહે. શાંતિવન સોસાયટી, તાંદલજા વડોદરાને શોધી કાઢી સદર ઇસમની સતત કરવામાં આવેલ સઘન પુછપરછ દરમ્યાન તેમજ સદર ઇસમ અંગેની ખાત્રી તપાસ દરમ્યાન આ ઇસમ મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જીલ્લાના જોબટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઠગાઇના ગુનાની તપાસ દરમ્યાન આ આરોપી આ ઠગાઇનાં ગુનામાં સંડોવાયેલ હોવાનું જણાયેલ. આ આરોપી આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય મધ્યપ્રદેશ પોલીસ આ આરોપીની શોધમા હોવાનું જણાઇ આવતા જેથી આ આરોપી અંગે જોબટ પો.સ્ટેશનને જાણ કરવામાં આવતા જોબટ પો.સ્ટે.ની પોલીસ ટીમ આવી આ આરોપીને ગુનાના કામે સંભાળી લીધેલ છે.
આરોપી અતાઉર રહેમાન ઉર્ફે અતા મેમણ ભાડે કરી મેળવેલ ફોરવ્હીલ વાહનોને તેના આર્થીક ફાયદા માટે બારોબાર વેચી તેમજ ગિરવે આપવાના આર્થીક પ્રકારના ગુનાઓ અવારનવાર કરતો હોય આરોપી સામે મધ્યપ્રદેશ ખાતે નોંધાયેલ ગુનાની વિગત જોતાં આરોપી અતાઉરરહેમાન ઉર્ફે અતા મેમણનાએ ઓનલાઈન જુમકાર ઈન્ડીયા પ્રા.લી.થી વડોદરામાં રહેતા ફરીયાદીની હુન્ડઇ વેન્યુ ફોર વ્હિલર ગાડી કિં.રૂ. ૧૦,૦૦,૦૦૦/- ની ભાડેથી બુકીંગ કરી આરોપી તા.૨૭/૦૧/૨૦૨૩ ના રોજ ફરીયાદી પાસેથી કારને ભાડેથી લઇ ગયા બાદ આ ભાડે લીધેલ કારના માલીક ફરીયાદીની જાણ બહાર આરોપી અતાઉરરહેમાન ઉર્ફે અતાએ સાગરીત સાથે મળી મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જીલ્લાના જોબટ ખાતે ફરીયાદીને વેચાણ આપી ફરીયાદી પાસેથી રૂ.૩,૫૦,૦૦૦/- ની રકમ મેળવી લીધેલ. વડોદરામાં રહેતા ફરીયાદી પાસેથી ભાડે લઇ ગયેલ વેન્યુ કાર ફરીયાદીને પરત નહી કરતાં જેથી વેન્યુ કારના માલીકે આરોપી અતાઉરરહેમાન સામે આપેલ ફરીયાદ આધારે ઠગાઇનો ગુનો નોંધાતા આ વેન્યુ કાર વડોદરા પોલીસ દ્વારા મધ્યપ્રદેશ ખાતેથી કબજે કરવામાં આવેલ.તેમજ મધ્યપ્રદેશ ખાતે
રહેતા ફરીયાદીને ભાડાની કાર વેચાણ આપી જઇ રૂ. સાડા ત્રણ ખની રકમ મેળવી લઇ જઇ આરોપીઓ દ્વારા ઠગાઇ
કરવામાં આવેલ હોય ફરીયાદી દ્વારા અલીરાજપુર જીલ્લામાં આવેલ જોબટ પોલીસ સ્ટેશનમાં આપેલ ફરીયાદ
આધારે ઠગાઇનો ગુનો નોંધાયેલ.અને મધ્યપ્રદેશ ખાતે નોંધાયેલ ગુનાની તપાસ દરમ્યાન હાલ પકડાયેલ આરોપી
અતાઉરરહેમાન ઉર્ફે અતાની સંડોવણી જણાઇ આવેલ. આરોપી આ મધ્યપ્રદેશ ખાતેના ગુનાના કામે પોલીસ
ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય છેલ્લા પોણા બે વર્ષથી મધ્યપ્રદેશ ખાતેના ઠગાઈ ગુનામાં નાસતો ફરતો
આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ શોધી કાઢેલ છે.

