Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આદિવાસી સમાજ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

નવમી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ વિશ્વ આદિવાસી દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી થઈ રહી છે. છોટાઉદેપુરના આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. છોટાઉદેપુર ના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે છોટાઉદેપુર નગરમાં આવેલ ઓરસંગ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું. છોટાઉદેપુર એ રાજ્યનો સરહદી અને આદિવાસી વિસ્તાર છે. ત્યારે આદિવાસી વિસ્તાર હોવાને લઈને છોટાઉદેપુર ખાતે દર વર્ષે નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી થતી હોય છે. અને આદિવાસી સમાજ દ્વારા નાચગાન કરી આ ઉજવણી કરતા હોય છે. ત્યારે આ વર્ષે આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની અનોખી રીતે ઉજવણી કરી છે. અને ઓરસંગ હોસ્પિટલ ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેપનું આયોજન અને ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું. જેમાં આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજના લગતા અલગ અલગ પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવી હતી.

Related posts

બોડેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજની માંગ

admin

છોટાઉદેપુર નગર પાલિકા ચૂંટણીને લઇ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ

admin

છોટાઉદેપુર તાલુકાના છેવાડાના બોર્ડર વિલેજના 25 જેટલા ગામડાને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં

admin

Leave a Comment