36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ શાળાના બાળકોએ સ્વત્રંત દિવસની ઉજવણી કરી

સ્પેશ્યલ એબલ્ડ બાળકોએ દેશભક્તિના ગીતો પર નાટ્યાત્મ પ્રદર્શન કર્યું

શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલા આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ શાળાના બાળકો દ્વારા 78 માં સ્વત્રંત દિવસની ઉજવણી કરી હતી. જેમાં બાળકોએ દેશભક્તિના ગીતો પર નાટ્યાત્મ પ્રદર્શન કર્યું હતું. સતત બીજા વર્ષે સ્પેશ્યલ બાળકોએ તૈયાર કરેલા નૃત્યને પ્રસ્તુત કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. બાળકોએ 10 દિવસ રોજે 2 થી 3 કલાક મહેનત કરીને પરફોર્મન્સ તૈયાર કર્યું હતું. આ સાથે વર્ષ દરમિયાન આ બાળકો માટે સવારના 10 થી સાંજના 5 કલાક સુધી તેમના સર્વાંગીક વિકાસ માટે વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે ડીપીએસ કલાલી સ્કૂલના આચાર્ય ડો. એ. કે. સિન્હા અને ક્ષત્રીય કરણી સેના પરિવાર ભારતના રાષ્ટ્રીય સચિવ મનીષસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમ આસ્થા ફાઉન્ડેશનના પ્રમુખ રેણુકાબેન પંચાલ, ઉપ પ્રમુખ ફાલ્ગુનીબેન રાઠવા અને આચાર્ય કુસુમબેન પટેલે જણાવ્યું હતું.

Related posts

વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી 51.61 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

admin

તાલુકાની જર્જરિત ગ્રામ પંચાયતની ઇમારતો અને વિકાસમાટે ઝંખતું ગામ

admin

વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ રોડ પર પૂરપાટ ઝડપે કારની રિક્ષાને ટક્કર મારી

admin

Leave a Comment