ડભોઇના ધરમપુરીમાં નવી આંગણવાડી ઉદ્ઘાટનની રાહમાં કમોસમ વરસાદનું પાણી અને ગટરના ગંદા પાણીનો કબજો, બાળકો ખાનગી જગ્યાએ ભણવા મજબૂર.
ડભોઇ તાલુકાના ધરમપુરી ગામે આવેલી આંગણવાડી નંબર-2ની હાલત છેલ્લા કેટલાક સમયથી અત્યંત દયનીય છે. એક તરફ જૂની આંગણવાડીનું મકાન સંપૂર્ણપણે જર્જરિત થઈ ચૂક્યું છે, જેના કારણે બાળકોના જીવનું જોખમ વધી ગયું છે. બીજી તરફ, તેના સ્થાને ત્રણ મહિના પહેલાં જ આધુનિક અને સજ્જ નવી આંગણવાડી તૈયાર થઈ ગઈ છે, પરંતુ ગામની કમોસમી વરસાદ છેલ્લો પડેલો અને ગટરોના ગંદા અને દૂષિત પાણીના ભરાવાને કારણે તે છેલ્લા ત્રણ મહિનાથી માત્ર ઉદ્ઘાટનની રાહ જોઈ રહી છે. જર્જરિત મકાનને કારણે બાળકોની શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ ધરમપુરી આંગણવાડી નંબર-2માં 16 જેટલા ભૂલકાઓ શિક્ષણ અને પોષણ મેળવે છે. જર્જરિત મકાનને કારણે આ બાળકોને છેલ્લા એક વર્ષથી ગામના એક વાડાની આંગણવાડીમાં બેસાડવામાં આવતા હતા. જોકે, તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદ અને ગામની ગટરોનું પાણી આંગણવાડીની આગળ-પાછળ સતત ભરાઈ રહેવાના કારણે પરિસ્થિતિ વધુ વણસી છે.
ગટરના પાણીનો ભરવો: આરોગ્ય સામે મોટો ખતરો નવી આંગણવાડીની આસપાસ અને મુખ્ય દરવાજા પાસે ગંદા ગટરના પાણીનું મોટું તળાવ ભરાયું છે. આ ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળો ફાટી નીકળવાનો મોટો ભતરો તોળાઈ રહ્યો છે. પરિણામે, નાના બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને, આંગણવાડીના સંચાલકોને ફરી એકવાર સ્થળ બદલવાની ફરજ પડી છે.
હાલમાં, આ 16 બાળકોને ગામમાં ખાનગી માલિકીની જગ્યા પર બેસાડીને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.ગ્રામજનોએ બાળકોના શિક્ષણ માટે દર મહિને ₹2,000 જેટલું ભાડું ચૂકવવાની ફરજ પડી રહી છે.
ગામજનોની તાત્કાલિક માગ: નવી આંગણવાડીનું વહેલી તકે લોકાર્પણ
ગામના લોકોમાં આ મુદ્દે ભારે નારાજગી જોવા મળી રહી છે. તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે, સરકારે લાખો રૂપિયાના ખર્ચે નવીન અને સુંદર મકાન બનાવી દીધું, પણ જો ગટરની પ્રાથમિક સુવિધાનો નિકાલ ન કરી શકાય તો તેનો હેતુ શું ધરમપુરીના ગ્રામજનો અને આંગણવાડીના લાભાર્થીઓની વહીવટી તંત્ર પાસે એક જ સખ્ત માંગ છે નવી આંગણવાડી નંબર-2ની આસપાસ ભરાયેલા કમો સમી વરસાદ અને ગંદા ગટરના પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે.આખા વિસ્તારની સઘન સફાઈ અને દવા છંટકાવ કરવામાં આવે.
છેલ્લા ત્રણ મહિનાથી તૈયાર પડેલી આંગણવાડીનું વહેલી તકે લોકાર્પણ કરવામાં આવે, જેથી બાળકોને ખુલ્લા અને સ્વચ્છ વાતાવરણમાં શિક્ષણ અને પોષણ મળી શકે.
સ્થાનિક વહીવટી તંત્ર આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપીને આંગણવાડીને કાર્યરત કરે તે સમયની માંગ છે.

