32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ તાલુકાના પૂડા થી વસઈ જવાના માર્ગનું નાળું બેસી ગયું

ડભોઇ તાલુકાના પૂડા થી વસઈ જવાના માર્ગ નું નાળું કેટલીક જગ્યાએથી બેસી ગયું છે જેને લઇને જીવના જોખમે વાહનો વાહન ચાલકોને પસાર કરવા પડે છે હાલ ટેકનોલોજીના યુગમાં પણ કેટલાક સમયથી જજૅરીત નાળુનું લાગતા વળગતા તંત્ર દ્વારા રીપેરીંગ કામ કરીને ચલાવે છે આ નાળા પરથી ભારદારી વાહનો પણ પસાર થાય છે જો નાળુ બેસી જશે તો જવાબદાર કોણ શું રીપેરીંગ કરે છે તે અધિકારીઓને દેખાતું નથી કે આ ગંભીર બાબત છે છતાં પણ બે દયાન રહે છે માત્ર રીપેરીંગ કરીને જ અધિકારીઓ સંતોષ માની રહ્યા છે…
ડભોઇ તાલુકાના પુડા થી વસઈ વચ્ચેથી પસાર થતું નાળુ જર્જરીત હાલતમાં થઈ ગયું છે ચોમાસા દરમિયાન કેટલોક ભાગ નાળા
નો બેસી ગયો હતો દરમિયાન મેટલ નાખીને તેને સરખું કરવાનું હતું પણ તે મેટલનો ભાગ પણ ધસી પડ્યો છે જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેટલીક જગ્યાથી નાળું બેસી પણ ગયું છે આ રોડ પરથી મોટા વાહનો પણ અવરજવર કરતાં નાના વાહન ચાલકોને તકલીફો પડી રહી છે ડભોઇ તાલુકાના પુડા થી વસઈ જવાના રસ્તા પર નાળું બનાવ્યું છે તેની રેલિંગ પણ આજુબાજુ ના હોય અને 20 ફૂટ ઊંદુ હોવાના કારણે જીવના જોખમે લોકો પસાર થાય છે અને ત્યાંથી ભારદારી વાહનો પણ પસાર થાય છે જો આ નાળું અચાનક બેસી જશે અને દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ જેને લઈને તંત્ર દ્વારા મેટલ નાખીને પૂરવામાં તો આવ્યું હતું પણ મેટલ પણ કેટલી જગ્યાએથી ધસી પડ્યા છે જેના કારણે વધુ નાળુ ડેમેજ થયું છે તો લાગતા વળગતા અધિકારીઓ વહેલી તકે નાળાનું રીપેરીંગ કામ કરે અથવા નાળું નવું બનાવે તેવી ગામજનોની માંગ ઉઠવા પામી છે…

Related posts

ફિક્કી ફ્લો વડોદરા ચેપ્ટર દ્વારા ગ્રામીણ વિસ્તારની શાળાની છોકરીઓને સાઈકલનું વિતરણ

admin

વડોદરા શહેરના ખિસકોલી સર્કલ નજીક રોડ ક્રોસ કરતી મહિલાને ટ્રક ચાલકે કચડી નાખતા મો-ત

admin

પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા આસપાસની સોસાયટીઓમાં પાણીની રેલમછેલ થઈ

admin

Leave a Comment