43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર ખાતેથી ગુમ થયેલ કિશોરને ફતેગંજ પોલીસ શોધી એના પિતાને સુપ્રત કર્યો

વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર ખાતેથી ગુમ થયેલ કિશોરને ફતેગંજ પોલીસની શોધી એના પિતાને સુપ્રત કર્યો હતો ..આ સમગ્ર મામલે વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન-1 ના જગદીશ ચાવડા પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપી હતી.

ફતેગઢ પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં ઘનશ્યામ પાર્ક રહેતા રાજેશભાઈ પાઠકના પુત્ર તારીખ 24 ઓક્ટોબરના રોજ કોઈપણને ગયા વગર ઘરેથી નીકળી ગયા હતા ઘરે પરત નાઆવતા એના પિતા શોધખોળ કરતા પુત્રના મળી આવતા ફતેગંજ પોલીસ મથકે ગુનસુદાની ફરિયાદ નોંધાવી હતી ફતેગંજ પોલીસે ગુમ સુધા પુત્રની શોધખોળ કરી હતી. વિસ્તારના વિવિધ CCTV ચેક કરવામાં આવેલ. જેમાં ગુમ થનાર બાળક છાણી છાયાપુરી રેલવે સ્ટેશન તરફ ગયેલ હોવાનું જાણવા મળેલ. જેના આધારે છાયાપુરી રેલવે પોલીસનો સંપર્ક કરી તે સમયની – ગોરખપુર – ઓખા” ટ્રેનમાં ગયેલ હોવાની માહિતી ના આધારે “ગોરખપુર – ઓખા ટ્રેન” માં અમદાવાદ રેલવે પોલીસનો સંપર્ક કરી ટીમ અમદાવાદ ખાતે તપાસ કરવા રવાનાથઇ હતી. જ્યાં CCTV ચેક કરતા ગુમ થનાર બાળક આજ ટ્રેનમાં દ્વારકા ગયેલ હોવાનું CCTV ફુટેજમાં જાણાઈ આવતા ત્યાર બાદ પોલીસ ટીમ દ્વારા દ્વારકા પોલીસનો સંપર્ક કરી મદદ મેળવી ગુમ થયેલ કિશોર મળી આવ્યો હતો. તે બાળકને ફતેહગંજ પોલીસ સ્ટેશન ખાતે પરત લાવી પરિવાર સહીસલામત સોંપવામાં આવ્યું છે. બાળક મળતા જ તેના પિતા રાજેશપાઠક માં ખુશીની લાગણી છવાઈ હતી અને પોલીસ કર્મીઓ ને મિઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાયું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર તેના પિતાએ બાળકને મોબાઈલ બાબતે ઠપકો આપતા બાળક ઘરથી નીકળી ટ્રેન મારફતે દ્વારકા ખાતે ગયો હતો તેમ જાણવા મળ્યું હતું.આ સમગ્ર મામલે વડોદરા શહેર પોલીસના ડીસીપી ઝોન વન જગદીશ ચાવડા પત્રકાર પરિષદ વિસ્તૃત માહિતી આપી હતી

Related posts

ડભોઇ તાલુકાના ચાર જેટલા ગામોનો નગરપાલિકામાં સમાવેશ કરાતા ઉઠ્યો વિરોધ વંટોળ

admin

કુત્રિમ તળાવ બનાવી આપવાની માંગણીને લઈ આવેદનપત્ર

admin

દર વર્ષે ની જેમ આ વર્ષે પણ 7 જુલાઇ ના રોજ રથયાત્રા ગોત્રી ઇસ્કોન મંદિર માં રથયાત્રા કલર કામ તૈયારી જોરો અને સોરો થી ચાલી રહી છે

admin

Leave a Comment