40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

વડોદરા શહેરના ઈલેકશન વોર્ડ નંબર 12માં વિકાસકામોને ગતિ આપવાના હેતુસર અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કુલ રૂ.85 લાખના વિકાસકામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ અંતર્ગત વોર્ડ નં. 12માં આવેલા મિહિર પાર્ક કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આંતરિક રસ્તાનું આર.સી.સી. કામ શરૂ કરવા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે જ અકોટા ચાર રસ્તા પાસે આશાપુરી કો-ઓપરેટિવ સોસાયટીમાં નવીન ડ્રેનેજ લાઈન નાખવાના કામનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું.

આ પ્રસંગે કાઉન્સિલર મનીષભાઈ પગાર, કાઉન્સિલર સ્મિત પટેલ, કાઉન્સિલર રીટાબેન સિંગ, કાઉન્સિલર ટીંકલબેન ત્રિવેદી, વોર્ડ નં. 12ના પ્રમુખ હાર્દિક પટેલ તેમજ વિસ્તારના કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વોર્ડના સર્વાંગી વિકાસ માટે જરૂરી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું પ્રાથમિક ધ્યેય છે અને આવનારા સમયમાં પણ આવા વિકાસકામો સતત ચાલુ રહેશે.

Related posts

કામદારોને થયેલ નુકસાની પેટે સહાય આપવા માટે સંયુક્ત કામદાર સમિતિ સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા વડોદરા જિલ્લા કલેકટરને આવેદનપત્ર

admin

દબાણ મુદ્દે વારંવારની રજુઆત છતાં દબાણની કામગીરી યથાવત ભાજપના કાઉન્સિલરની સભામાં રજુઆત

admin

વડોદરા શહેરના દંતેશ્વર ગામ પાસે આશરે 500 વર્ષ જૂની વાવની દયનીય હાલત.

admin

Leave a Comment