વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં સુવેજ કૂવામાં પડી જવાથી મોતને ભેટનાર યુવકના પરિવારજનોને સરકાર દ્વારા આર્થિક સહાય પુરી પાડવામાં આવી હતી.
વડોદરા શહેરમાં સુવેજ કૂવામાં અકાળે મોતને ભેટનાર યુવકને સરકારી સહાય આપવામાં આવી હતી. દેવીપૂજક યુવકના મોત બાદ પરિવારને સહાય મળે તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા.ઘટના બાદ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળ કૃષ્ણ શુકલ દ્વારા મુખ્યમંત્રીને સહાય માટે રજૂઆત કરાઈ હતી.શહેરના ગાજરાવાડી વિસ્તારમાં સુવેજ કૂવામાં અકસ્માતે યુવક પડી ગયો હતો.મૃત યુવકના પરિજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર લાખની સહાય કરવામાં આવી છે.દંડક બાલકૃષ્ણ શુક્લે પરિજનોને સહાયનો ચેક અર્પણ કર્યા હતો.

