27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભગવાન વિઠ્ઠલનાથજીનો ઐતિહાસિક વરઘોડો આન બાન અને શાન સાથે નિકળ્યો.

આજે ભગવાન વિઠ્ઠલનાથજી ની 216મો વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન આરતી વરઘોડા નું પ્રસ્થાન કરાવ્યું. 2 નવેમ્બરના રોજ દેવ ઉઠી એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન આરતી કરી ને વરઘોડા ને પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. વરઘોડામાં બેન્ડ બાજા ઢોલ નગારા સાથે આન બાન અને શાન સાથે નિકળ્યો.
શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા હતા. આ વરઘોડો માંડવી વિઠ્ઠલનાથજી મંદિરેથી નીકળી, લેહરીપુરા, ન્યાય મંદિર, થઈ નવા કારેલીબાગ રોડ પર થઈ બહુચરાજી સ્મશાનની બાજુમાં આવેલા લીંબુ વાડી થઈ ગહીનેશ્વર મહાદેવ પહોંચી ને હરિહર નું મિલન થશે ત્યાર બાદ સાંજે નિજમંદિરે પરત ફરશે. રાતે રાત્રે 9 થી 11 ના સમયમાં શ્રીજીના તુલસી વિવાહ થશે. રાત્રે 11થી 12 કલાક સુધી ચાંલ્લાની વિધી યોજાશે

Related posts

પોંગલના પાવન અવસર પર વડોદરા તમિલ સંગમ દ્વારા અકોટા સ્થિત અતિથિ ગૃહ ખાતે ભવ્ય ઉજવણી

admin

વડોદરાના વરસીયામાં જે લોકોને ચોરો સમજીને મારવામાં આવ્યા એ લોકો અંતે ચોરો જ નીકળ્યા

admin

વડોદરા શહેરમાં ઝાડા ઉલટી કમળા અને ટાઈફોડના દર્દીમાં વધારો નોંધાયો

admin

Leave a Comment