27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું તથા આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

છોટાઉદેપુર તાલુકાના રંગપુર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું તથા ખડકવાડા અને લેહવાટ ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.નાગરિકોને આરોગ્યને લગતી સુવિધાઓ મળી રહે એવા આશય સાથે છોટાઉદેપુર તાલુકાના રંગપુર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું તથા ખડકવાડા અને લેહવાટ ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ અને ધારાસભ્યની સાથે આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શર્મિલાબેન રાઠવા, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઈ નાયકા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશભાઈ રાઠવા, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયદીપભાઇ રાઠવા, પૂર્વ તાલુકા ભાજપ મહામંત્રી પારસીંગભાઇ રાઠવા, જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ જશુભાઈ રાઠવા, ડોક્ટર જયેશ રાઠવા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

છોટાઉદેપુર નગરમાં નવનિર્માણ પામી રહેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ નિરીક્ષણ કર્યું.

admin

પહેલગામમાં આતંકવાદી હુમલા મામલે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યોએ નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી

admin

રાજ્ય કક્ષાના મંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રીએ છોટાઉદેપુર નગરના વોર્ડ નંબર સાતમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને ડોર ટુ ડોર પ્રચાર હાથ ધર્યો

admin

Leave a Comment