27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા રેલવે સ્ટેશન ખાતે વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોશી દ્રારા નવીન એક્સીલેટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત પ્લેટફોર્મ 4 અને 5 પર મુસાફરોની સુવિધા માટે 1.18 કરોડના ખર્ચે નવીન એસ્કેલેટર બનાવામાં આવું છે.જેનું ઉદ્ઘાટન આજરોજ સાંસદ હેમાંગ જોષી તેમજ નવીન DRM રાજુ ભડકે હાથે થયું હતું .જેને પગલે ખાસ કરીને સિનિયર સિટિઝન, મહિલાઓ અને બાળકોને સરળતા રહેશે. આ પહેલાં પ્લેટફોર્મ 1 અને 6 પર એસ્કેલેટરની સુવિધા ઊભી કરાઈ હતી. વિવિધ પ્લેટફોર્મ પર એક પછી એક એસ્કેલેટરની સુવિધા ઊભી કરાઈ હતી.પ્લેટફોર્મ 4 અને 5 પર રેમ્પની સુવિધા હતી, પરંતુ એસ્કેલેટર નહતું. જેથી ત્યાં પણ આ સુવિધા ઊભી કરવામાં આવી છે ત્યારે સંસદ હેમાંગ જોશી દ્વારા એક્સીલેટર ને લઈને પ્રતિક્રિયા આપવામાં આવી હતી સાથે જ વડોદરા શહેર તેમજ અન્ય રાજ્યોમાંથી મુસાફરી કરતા લોકોને પણ સામાન લઈને અવરજવર કરવામાં રાહત મળશે સાથે જ અન્ય એક ટ્રેન નવીન પણ ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવનાર છે ત્યારે તેઓએ રેલ પ્રધાન અશ્વિનીકુમાર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

See less

Related posts

વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રહસ્યમય સંજોગોમાં ગુમ

admin

કમોસમી વરસાદે પાલિકાની પોલ છત્તી કરી હોવાના આક્ષેપો સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર

admin

વડોદરા મહાનગર પાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 12 પૈકી 11 કામો મંજૂર જ્યારે 1 કામ મુલત્વી

admin

Leave a Comment