Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના ખિસકોલી સર્કલ પાસે ચામુંડા નગરના ગેરકાયદેસર ઢોરવાડા તોડવાની કાર્યવાહી પાલિકાએ હાથ ધરી

વડોદરા શહેરના અટલાદરા, ભીમ તળાવ ખાતે આવેલા અને ખિસકોલી સર્કલ પાસેના ચામુંડા નગરના ગેરકાયદેસર ઢોરવાડા તોડવા અને ઢોરવાડા ખાતે ખદબદતી ગંદકી અંગે દંડ વસૂલવાની કાર્યવાહી પાલિકાએ હાથ ધરી હતી.

શહેરીજનોના હિતને ધ્યાનમાં રાખીને પાલિકા તંત્રએ ગેરકાયદે ઢોરવાડા તોડવા અને ઢોરવાડા ખાતે થતી ગંદકી સામે લાલઆંખ કરી છે. જે અંતર્ગત આજે અટલાદરા, ભીમ તળાવ ખાતે અને ખિસકોલી સર્કલ પાસેના ચામુંડા નગરના ગેરકાયદેસર આવેલા ઢોરવાડાને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી. અહીંના કેટલાક ઢોરવાડા ખાતે બાંધેલા પશુઓ પાસે ખૂબ ગંદકી જોવા મળતા દરેક ઢોરવાડાના માલિક પાસેથી દંડની વસુલાતની કાર્યવાહી કરવામાં આવી હતી. અટલાદરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં વોર્ડ નંબર11 તથા 12માં આવેલું ચામુંડા નગર ખિસકોલી સર્કલ પાસે એક વાડો તોડેલ છે તથા ભીમ તળાવ વિસ્તારમાં સાત વાળા તોડેલ છે અને 7000 રૂપિયા દંડ વસૂલાત કરેલ છે. દંડ કરાયેલાઓમાં પ્રદીપ ગભુલાલ માચી (ચામુંડા નગર ભીમ તળાવ, અટલાદરા), ગેલા દેહુર ભરવાડ, પ્રવીણ સોરઠીયા, અનુપ ગભરા ભરવાડ, ધુડા દેહુર ભરવાડ, વિજય ભોપા ભરવાડ, પેથું જેકસન ભરવાડ, લાલા ભોજા ભરવાડ જેમાં ચામુંડા નગરમાં 2000 તથા ભીમ તળાવમાં 7000 મળી કુલ રૂપિયા 9000ના દંડ વસૂલ કરેલ છે અને આઠ ઢોરવાડા તોડેલ છે.

Related posts

વડોદરા રાવપુરા વિસ્તારમાં G Y Hakimની દુકાનની બહાર એક એક્ટીવા પર અજાન્ય ઈસમ દ્વારા સુટકેશ બેગ મૂકી જતા બોમ્સ કોડ અને પોલીસની દોડધામ મચી

admin

રમજાન માસ દરમ્યિાન શાળા સમયમાં ફેરફાર કરવા બાબતે બહાર પાડવામાં આવેલા પરીપત્રનો વિરોધ

admin

વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા સયાજી હોસ્પિટલમાં પીવાના પાણીની સમસ્યાને લઈ આવેદન પત્ર

admin

Leave a Comment