ગાયન વિભાગ-ફેકલટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ ના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા મોરેશીયાસ ની વિખ્યાત મહાત્મા ગાંધી ઇન્સ્ટિટયૂટ ના વરિષ્ઠ અધ્યાપક શ્રી સુતીક્ષણ મંગરુ દ્વારા આવતી કાલે સવારે 11 વાગે ગાયન વિભાગ ના રૂમ નંબર 16 મા શિબિર રાખવામાં આવ્યું છે.
ગાયન વિભાગ, ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટસ, એમએસયુ દ્વારા આયોજિત શાસ્ત્રીય સંગીત ની શિવીર મા ગાયન વિભાગ-ફેકલટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ ના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા મોરેશીયાસ ની વિખ્યાત મહાત્મા ગાંધી ઇન્સ્ટિટયૂટ ના વરિષ્ઠ અધ્યાપક શ્રી સુતીક્ષણ મંગરુ દ્વારા ‘શાસ્ત્રીય સઁગીત ની બંદીશો દ્વારા રાગવિસ્તાર’ વિષય પર 150 થી વધુ ગાયન વિભાગ ના વિદ્યાર્થીઓ, ગુરુજનો ની સમક્ષ ગાયન સહિત વ્યાખ્યાન થયું.
પ્રારંભ માં વિભાગ અધ્યક્ષ ડો રાજેશ કેળકરે સ્વાગત પ્રવચન, ડિપાર્ટમેન્ટ નો પરિચય અને વિવિધ સાંગીતિક પ્રવૃત્તિઓ નો ચિતાર આપ્યો હતો.
રાગ ભીમપલાસી ને માધ્યમ બનાવીને તેમણે 6 પારંપારિક તથા ગુરુજનો ની બંદીશો વિવિધ તાલોમાં શીખવી હતી. તે દરમિયાન તેમણે શબ્દોના ઉચારણ, હ્રસ્વ દીર્ઘત્વ તથા સાઇલેન્સ નું મહત્વ પણ સમઝાવ્યું હતું. ત્યારબાદ રાગ નટ ભૈરવ તથા અત્યંત અપ્રચલિત રાગ પંચમ માં પારંપારિક બંદીશો વિદ્યાર્થીઓ ને સહજતા થી શીખવાડી હતી.
તેઓ એ ભારતીય સંસ્કૃતિ મા ગુરુ શિષ્ય પરંપરા નું મહત્વ, પોતાના ગુરુઓની તાલીમ, ગુરુ ઓ નું તેમને મળેલું માર્ગદર્શન, સાધના દ્વારા વ્યક્તિત્વ મા પરિપક્વતા કેવી રીતે કેળવી શકાય તે અંગે ઉદાહરણો સાથે વિદ્યાર્થીઓને સમઝાવ્યું હતું. સ્વરોના સટીક લગાવ, સ્વરોનું સ્વતંત્ર મહત્વ, રાગોમાં સ્વરાવલિયો નો અભ્યાસ, રિયાઝ માં શિસ્ત, એકાગ્રતા નું મહત્વ ઇત્યાદિ વિશે માહિતી આપી હતી.
તેઓ વિદ્યાર્થીઓ ની સાથે સહજતા થી ભળી જઈને ને પોતાનું આખું સેશન રજુ કર્યું હતું.
સમસ્ત કાર્યક્રમ થી તેઓએ વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા રસિકો ને ખૂબ પ્રભાવિત કર્યા હતાં. અને વિદ્યાર્થીઓ એ પુછેલ સવાલોના સુંદર જવાબો આપ્યા હતા. તબલા પર પંડિત લક્ષ્મીકાંત ગુરવ એ સંગતિ કરી હતી.

