Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ચંદનપુરા ગામે નલ સે જલ યોજના શોભાના ગાંઠિયા સમાન

નસવાડી તાલુકાના ચંદનપુરા ગામે પાણી ની તંગી ને લઈને મહિલાઓ અને ગ્રામજનો ભેગા થઇ સૂત્રોચ્ચારો કર્યા તંત્ર ના કાને અવાજ પહોંચે તે માટે હેંડપંપ હલાવી ને સમસ્યા દૂર કરો પાણી આપો પાણી આપો ના સૂત્રોચ્ચાર કર્યા

નસવાડી તાલુકાના ચંદનપુરા ગામે નલ સે જલ યોજના માં નળ ઘરે ઘરે બેસાડવામાં આવ્યા છે. જયારે આ નળ માં પાણી આવતું નથી. પોચમ્બા પાણીપુરવઠા યોજના માં આ ગામ નો સમાવેશ હોવાથી ગામ માં સંપ બનાવવામાં આવેલ છે. પરંતુ ગામ માં પાણી વિતરણ કરવા માટે ની લાઈનો છેલ્લા છ માસ થી તૂટી ગયેલ છે. પાણીપુરવઠા વિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા આ પાણી ની પાઈપલાઈન રીપેર ના કરાવાતા ગ્રામજનો ને પાણી ફિલ્ટરવાળું મળતું નથી સંપ સુધી પાણી આવે છે. પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન છે. જયારે ગામના હેંડપંપ બોર સુકાઈ જતા હાલ તો તે બોર અને હેંડપંપ નકામા થયા છે અશ્વિન નદી ગામ નજીક થી પસાર થાય છે. નદી પણ સુકાઈ જતા ગ્રામજનો પાણી ની તંગી થી ઝઝૂમી રહ્યા હોવાથી ગ્રામજનોએ તલાટી અને સરપંચ ને વારંવાર રજુઆત કરી છે. પરંતુ કોઈ ધ્યાન આપતું નથી. જેના કારણે ગામ ની મહિલાઓ હેંડપંપ ઉપર આવી અને તલાટી સરપંચ અને તાલુકા મથક ના અધિકારીઓના કાને અવાજ પહોંચે તે રીતના ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા. અને પાણી આપો પાણી આપો ની માંગ કરી હતી. જયારે સરકાર પોચમ્બા પાણીપુરવઠા યોજનામાં પાણી ગામેગામ પહોંચે તે માટે પાઇપ લાઈન રીપેરીંગ અને અનેક કામગીરી માટે દરવર્ષે બે કરોડ રૂપિયા ફાળવે છે. પરંતુ પાણીપુરવઠા વિભાગ ના અધિકારીઓ કામગીરી કરાવતા નથી જેનો ભોગ પ્રજાને બનવું પડે છે.

Related posts

બિનઅધિકૃત વનસ્પતિ જન્ય ગાંજાનો જથ્થો ઝડપી પાડતુ સ્પેશીયલ ઓપરેશન ગૃપ

admin

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં લઈને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઇ હતી

admin

રોજગાર અધિકારી દ્વારા છોટાઉદેપુર જીલ્લાના ઉમેદવારોની અગ્નીવીર માટેની તાલીમની મુલાકાત લઈને ઉમેદવારોને પ્રોત્સાહીત કર્યા.

admin

Leave a Comment