Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ નગરપાલિકાની નવું બિલ્ડીંગ અપાઈ રહ્યો છે આખરીઓ 26 તારીખે જાન્યુઆરીએ થશે લોકાર્પણ

ડભોઈ નગર પાલિકા ધ્વારા શિનોર ચોકડી પાસે મોહનપાર્ક ની બાજુમા આવેલ પાલિકા ની માલીકી ના પ્લોટ ની જગ્યા મા રાજ્ય સરકાર ની સ્વર્ણીમ જયંતિ ની રૂપિયા 5 કરોડ ની ગ્રાન્ટ માથી અત્યાધુનિક સુવિધા સાથે નુ નવીન બિલ્ડીંગ તૈયાર કરાયુ છે.જેનુ લોકાર્પણ આગામી 25 અને 26 મી જાન્યુઆરી ના ગણતંત્ર દિનની ઉજવણી નિમીત્તે ભાજપાના પદાધિકારીઓ ધ્વારા કરવામા આવશે. આગામી 25 અને 26 મી જાન્યુઆરી ગણતંત્ર દિનની ઉજવણી ડભોઈ નગર પાલિકા ધ્વારા પાલિકાના નવીન બિલ્ડીંગ નું લોકાર્પણ સાથે રંગારંગ અને સાંસ્કૃતિકકાર્યક્રમો ની ઝાખંઝાળ સાથે કરવામા આવશે.રાજ્ય સરકાર ની સ્વર્ણીમ જયંતિ ની રૂપિયા 5 કરોડ ની ગ્રાંટ ના નાણામાથી ડભોઈ નગર પાલિકાનુ નવીન બિલ્ડીંગ તૈયાર કરાયુ છે.જેમાં કંપાઉન્ડ વોલ,પાર્કિંગ ની ખુલ્લી જગ્યા,કોપ્યુટર રાઇઝ કચેરીના કામકાઝ સાથે લીફટ ની સુવિધા પણ કરાઈ છે.એચ આકાર મા બનેલા બિલ્ડીંગ નુ કામ હાલ છેલ્લા તબક્કામાં ચાલી રહ્યું છે.ઓફ વ્હાઈટ સાથે બ્રાઉન રંગ ના મિક્ષણ થી સુશોભીત પાલિકાનુ નવી બિલ્ડીંગ ખુબજ આકર્ષક લાગી રહી છે.ડભોઈ નગર પાલિકા ના સત્તાધીશો ધ્વારા પાલિકા ના તૈયાર થયેલા નવા બિલ્ડીંગ ના લોકાર્પણ ના કાર્યક્રમ અંતરગત તમામ તૈયારીઓ પુરજોશ મા ચાલી રહી છે.હાલ તો નગરપાલિકાના જુના બિલ્ડીંગ થી પાલિકાના તમામ દસ્તાવેજી પુરાવાઓ, કાગળો, ફાઈલો, કોપ્યુટરો સહિત નો સમાન સિફટ થઈરહ્યો છે,જ્યારે નવી બિલ્ડીંગ મા ફર્નીચર પણ નવુ જ લાગશે તેમ જાણવા મળેલ છે.જેમા દુરદુર સુધી દેખાતા વિકાસ ની નજીક મા કોઈ ખામી ના રહી જાય તેનુ પાલિકાના ચીફ ઓફીસર ધ્વારા બરાબર ધ્યાન રખાઈ રહ્યુ છે.ત્યારે હવે આગામી 26 મી જાન્યુઆરી થી લોકાર્પણ બાદ ડભોઈ નગર પાલીકા ની કચેરી શિનોર ચોકડી પાસે આવેલ નવીન બિલ્ડીંગ મા કામકાજ શરુ કરશે

Related posts

શહેર એસ ઓ જીએ મોડી રાત્રે નવાબવાડામાં રેડ કરીને લાખો રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યાની માહિતી સામે આવી

admin

શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે પૂજા-મહાઅભિષેક સાથે 2000 માટીના બાઉલનું વિતરણ

admin

પરણવા આવેલા એક વરરાજા પર DJ વગાડવાને લઇને કેસ પોલીસે DJ સાથે કુલ 28 સ્પીકરને કબજે કર્યા

admin

Leave a Comment