Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર તાલુકાના રોજકુવા અને ચીચોડ ગામ વચ્ચે આવેલ વર્ષો જૂનું ગદુલા કોતર ઉપર આવેલ સ્લેબ ડ્રેન જર્જરિત બન્યું

હાલમાં ચોમાસાની ઋતુની અંદર છોટાઉદેપુર જીલ્લાના કેટલાક બ્રિજો જર્જરીત બન્યા છે. તેને લઈને સરકાર અને જિલ્લા પ્રશાસન હરકતમાં આવ્યું છે. હરકતમાં આવતાની સાથે જ સંખેડા ઓરસંગ નદી ઉપર બ્રિજ બોડેલી પાસે આવેલ મેરીયા બ્રિજ અને ઓરસંગ બ્રિજ જે મોડાસર બ્રીજ છે. તે ભારદારી વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. છોટાઉદેપુર જીલ્લાના જેતપુર પાવી પાસે આવેલ સિહોદ ગામે ભારજ નદી ઉપરનો બ્રિજ નો એક ભાગ બે વર્ષ પહેલા ધરાશાઈ થયો હતો. અને ત્યારબાદ તંત્ર દ્વારા બે વખત ત્યાં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. પરંતુ ડાયવર્ઝન પ્રથમ વરસાદની અંદર ધોવાઈ ગયું હતું. અને ડાયવર્ઝન બે ભાગમાં થયું હતું. ત્યારે તંત્ર દ્વારા નેશનલ હાઈવે 56 તેજગઢ પાસેથી ડુંગરવાટ જવાના રસ્તા પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જે રસ્તો બોડેલી પાવાગઢ અને વડોદરા ને જોડતો રસ્તો છે. જ્યાંથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. ત્યારે તેજગઢ નજીક આવેલ રોજકુવા ગામ પાસે વર્ષો જૂનું સ્લેબ ડ્રેન આવેલ છે. આ સ્લેબ ડ્રેન હાલ જર્જરીત બનેલ છે. આ સ્લેબ ડ્રેનમાં સળિયા પણ બહાર આવી ગયા છે. અને પોપડા પણ ખરે છે. તેના કારણે સ્થાનિક લોકો ભયભીત બન્યા છે. સ્લેબ ડ્રેન જર્જરીત થતા લોકોને ચિંતા સતાવી રહી છે, આ સ્લેબ ડ્રેન બેસી જશે કે કોઈ દુર્ઘટના ઘશે તો તેનો જવાબદાર કોણ? જેથી વહીવટી તંત્ર જે તે વિભાગના અધિકારીએ આ સ્લેબ ડ્રેનની ગંભીર નોંધ લેવી જોઈએ તેવી ગ્રામજનો અને રાહદારી માંગ કરી રહ્યા છે. હાલ સ્લેબ ડ્રેનને વહેલી તકે રીપેરીંગ કરાવવું જોઈએ તે જરૂરી બન્યું છે.

Related posts

નારાયણ સ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટીનું વિવિધ છાત્રાલયોના કુમાર કન્યાઓનું સેમિનાર યોજાયું.

admin

છોટાઉદેપુર તાલુકામાં 24 કરોડ 90 લાખના ખર્ચે રસ્તા તથા સ્ટ્રક્ચરના કામો મંજૂર થતા આનંદ જોવા મળ્યો

admin

છોટાઉદેપુરના બોડેલી તાલુકાના જોજવા ગામ પાસે ઓરસંગ નદી ઉપર બનાવવા માં આવેલ સિંચાઇ વિભાગ નો આડબંધ ઓવરફલો.

admin

Leave a Comment