41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

ચુડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં નદી,નાળાઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું

ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગામન થઇ ચૂક્યુ છે.નૈઋત્યના ચોમાસાનાં આગમન સાથે જ ચુડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં
નદી,નાળાઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ત્યારે ચુડા તાલુકાનાં ખાંડીયા ગામની ચારેય દિશામાં પાણી વાંસળ નદીનું પાણી ઘૂસી જવાથી સોલાર પ્રોજેક્ટ અને ગામને જોડતા મુખ્ય માર્ગમાં પાણી ફરી વળ્યા હતા અને ખુબજ નુકસાન સાથે રસ્તાઓ બંધ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

ચુડા ઉપરવાસમાં ભારે વરસાદનાં કારણે વાંસળ ડેમ ઓવરફ્લો થઈ પૂરજોશમાં વહી રહ્યો છે.ત્યારે મહાજન પાંજરાપોળ વાળો પુલ સુધી પાણી ભરાઈ જવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
તેમજ સામે કાંઠે આવેલ વિજયનગર ગુલાબનગરથી ગામમાં અવરજવર બંધ કરી દેવામાં આવી છે. ત્યારે ચુડાનાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે.
સેજકપર,ખાંડીયા,વેળાવદર જેવાં અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે.તેમજ સોનઠા ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે.
ભૃગુપુર પાસેનો ગ્રામ સંરક્ષણ પાળાનાં લેવલે પાણી પહોંચી જતાં ગ્રામજનોને રાત્રિભર નદીનાં કાંઠે જાગવાનો વારો આવ્યો હતો.તેમજ ગામનાં અગ્રણીઓ તેમજ મામલતદાર સહિત પોલીસ અને તલાટી કમમંત્રી ખડે પગે ઉપસ્થિત રહ્યીને ભૃગુપુર ગામમાં પાણી ન ઘૂસી જાય તે માટે સ્થિતનું અવલોકન કર્યું હતું.

ચુડા તાલુકામાં ખાસ પ્રથમ વરસાદમાં જ નાનાં મોટા ડેમોની જળસપાટી હાઇ લેવલ પર પહોંચી છે.

Related posts

ભૃગુપુરનાં રતિલાલ છગનલાલ સોની પરિવારે વતનનું ઋણ ચુકવ્યું.

admin

ધારાસભ્ય કિરીટસિંહ રાણાનાં અધ્યક્ષસ્થાને ચોકડી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

admin

સુરેન્દ્રનગરના થાનગઢમાં વિઠ્ઠલ અલગોતર અને રાહુલ અલગોતરના ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું

admin

Leave a Comment