Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

ખેડૂતને જમીનનું વળતર પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ના આપતા ગ્રામજનોએ 50 ગામોને જોડતો રસ્તો બંધ કરી દીધો

નસવાડી તાલુકાના દુગ્ધા ગામના ખેડૂતને જમીન નું વળતર પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ના આપતા 50 ગામોને જોડતો રસ્તો બંધ કરી દીધો

પથ્થરો અને વીજપોલ મૂકીને રસ્તો બંધ કરી દીધો

દુગ્ધા ગામના ખેડૂત રતિલાલભાઈ ગિસિયાભાઈ ડુભીલના દાદા એ રોડ બનાવવા માટે જગ્યા આપી હતી ત્યાર બાદ જમીન સંપાદન થયા બાદ વળતર માટે આ પરિવાર ની બીજી પેઢી સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહી હતી

એક માસ પહેલા પંચાયત માર્ગ મકાન વિભાગ ને ખેડૂત પરિવાર દ્વારા જમીન નું વળતર નહીં મળે તો રસ્તો બંધ કરવાની લેખિત માં રજૂઆત કરવા છતાંય તંત્ર દ્વારા ખેડૂત ની રજૂઆત ધ્યાને ના લીધી અને ખેડૂતે આખરે રસ્તો બંધ કરી દીધો

50 ગામોમાં ફરજ બજાવતા શિક્ષકો સવાર ની સ્કૂલ હોવાથી 30 કિલોમીટર નો ફેરો ખાઈને શાળા એ જવા મજબૂર બન્યા છે

છોટાઉદેપુર જિલ્લામાં વહીવટી તંત્ર કુંભકર્ણ ની નિંદ્રા માં ઊંઘી રહેતા આદિવાસી સમાજ ના લોકોને આંદોલન નો માર્ગ અપનાવવા મજબૂર બનવું પડે છે

20 વર્ષ થી જમીન નું વળતર આપવામાં પંચાયત માર્ગ મકાન વિભાગ ધ્યાન ના આપતા હાલ તો લોકો હેરાન થઈ રહ્યા છે

ખેડૂતે જ્યાં સુધી રસ્તા નું વળતર નહીં મળે ત્યાં સુધી રસ્તો નહીં ખુલ્લો કરે અને હાલ તો પથ્થરો અને વીજપોલ મૂકીને રસ્તો બંધ કરી દીધો છે

મોહસીન સુરતી, છોટાઉદેપુર

Related posts

આમીરખાનની મહારાજ ફિલ્મમાં વૈષ્ણવ હિન્દૂ ધર્મને બદનામ કરવાના પ્રયાસ સામે છોટાઉદેપુર વૈષ્ણવ સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું.

admin

છોટાઉદેપુરમાં ઓપરેશન સિંદૂરની ઐતિહાસિક સફળતાને સલામ કરવા ભવ્ય તિરંગા યાત્રા

admin

નસવાડી નજીક આવેલ કૂકાવટી ગામે લો લેવલ કોઝવે ઉપર પુલ નિર્માણનાં ડાયવર્ઝન કામમાં ગેરરીતિઓ સામે સ્થાનિકોમાં રોષ

admin

Leave a Comment