30.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 17, 2025
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બોનસ માટે થયેલી માથાકૂટમાં લૂંટને અંજામ:વડોદરામાં આજવા રોડ ઉદ્યોગપતિના પરીવારને બંધક બનાવનાવી 11.75 લાખની લૂંટ ચલાવનાર 5 આરોપી ઝડપાયા

વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રૂ.11.75 લાખની લૂંટની ઘટના સામે આવી હતી. જેમાં ઉધોગપતિ પરિવારને બંધક બનાવીને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ લૂંટની ઘટનાને ગંભીરતાને ધ્યાને રાખીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ મામલાની તપાસ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના ચુનિંદા જવાનો ઘટના બાદ સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા અને વિવિઘ જગ્યાએ સર્ચ કરી આરોપીઓને ઝડપી પાડવા આકાશ પાતાળ એક કર્યુ હતું.

શંકાના આધારે રિક્ષા રોકવાતા ન રોકી
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ધ્યાને આવ્યું કે, લૂંટ સમયે ઉપયોગમાં લીધેલી કાર હાઇવે પર બિનવારસી મળી આવી હતી. ઘટના સમયની સીસીટીવી ફૂટેજ જોતા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અજય મારવાડી (રહે. આજવા રોડ, વડોદરા) અને રિક્ષાચાલક રાહુલ સોલંકી (રહે. આજવા રોડ, એકતાનગર) શંકાના દાયરામાં આવ્યા હતા. તે બાદ બંનેની શોધખોળ કરવામાં આવી હતી. તેવામાં ખોડીયારનગર પાંજરાપોળ પાસેથી શંકાસ્પદ રિક્ષા જણાતા તેને ઉભો રાખવા ઇશારો કરવામાં આવ્યો હતો. પરંતુ ચાલકે રિક્ષા પલટાવીને દોડાવી મારી હતી. જો કે, ક્રાઇમ બ્રાન્ચને રિક્ષા રોકવામાં સફળતા મળી હતી. ટીમે રિક્ષામાંથી અજય મારવાડી (રહે. આજવા રોડ, વડોદરા) અને રિક્ષાચાલક રાહુલ સોલંકી (રહે. આજવા રોડ, એકતાનગર)ને દબોચી લીધા હતા.

પોલીસની પૂછપરછથી આરોપીઓ ભાંગી પડ્યાં
પૂછપરછ અને તપાસમાં બંને પાસેથી છરી, ચાંદીના સિક્કાઓ અને મોબાઇલ મળી આવ્યા હતા. રિક્ષામાં તપાસ કરતા ડીસમીસ અને વાંદરી પાનું મળી આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે રિક્ષા અને મોબાઇલ અંગે કાગળીયા માંગતા તેઓ આપી શક્યા ન હતાં. ત્યારબાદ આકરી પૂછપરછ કરતા બંને ભાંગી પડ્યા હતા અને ટીપના આધારે રીઢા શિકલીગર સાથે મળીને કાર ચોરી કરીને લૂંટને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું. તેમાં જશપાલસિંગ, મલિંદરસિંગ, અજયસિંગ અને આઝાદસિંગ જોડે જઇને લૂંટ ચલાવી હતી. તે પૈકી દાગીના શિકલીકર વેચવા માટે લઇ ગયો હતો.

દિવાળી બોનસ અંગે શેઠ સાથે માથાકુટ થતા ચોરની ટીપ આપી
લૂંટની ટીપ આપનારની તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચ ભૂપેન્દ્ર ઉર્ફે ભોલા પરમાર સુધી પહોંચી હતી. ભોલા લૂંટનો ભોગબનનારને ત્યાં કામ કરતો હતો. શેઠ જોડે દિવાળી બોનસ અંગે માથાકુટ થતા તેણે ટીપ આપી હતી. જો કે, લૂંટમાં મોટી રકમ ના મળવાના કારણે તેને કોઇ રૂપિયા આપવામાં આવ્યા ન હતા. આ આખીય લૂંટની ટીપ આપવામાં મોટી રકમ મળે તેવી લાલચ આપવામાં આવી હતી. જો કે, જે લૂંટારૂઓએ વિચાર્યું તેવું કંઇ થઇ શક્યું ન હતું.

આરોપીઓ સામે છ જેટલા ગુના નોંધાયા
આ મામલે અજય રમેશભાઇ મારવાડી (રહે. એકતાનગર ઝુપડપટ્ટી, આજવા રોડ, વડોદરા), રાહુલ પરશોત્તમ સોલંકી (રહે. આજવા રોડ, એકતાનગર), હિતેષ તડ઼વી (રહે. કિશનવાડી, વડોદરા), આકાશ કહાર (રહે. કિશનવાડી, વડોદરા) અને ભૂપેન્દ્ર દેવજીભાઇ પરમાર (રહે. કિશનવાડી, વડોદરા)ની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે કુલ રૂ.2.40 લાખનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત પૈકી અજય મારવાડી સામે લૂંટ, ઘરફોડ, ચોરી, અપહરણ, દુષ્કર્મનો પ્રયાસ, નકલી પોલીસ જેવા 6 ગુનાઓ નોંધાયા છે.

Related posts

નવલખી મેદાન ખાતે કૃત્રિમ તળાવ નજીક પાંચ ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

admin

ઝગડીયા દુ–ષ્કર્મનો ભોગ બનનાર દીકરીને ન્યાય અપાવવા પગ યાત્રા કરી કલેકટરશ્રીને આવેદનપત્ર

admin

વડોદરાના આજવા રોડ પર મહાવીર હોલ ચાર રસ્તા પાસે અર્શ પ્લાઝાનું ફાયર NOC નકલી નીકળી

admin

Leave a Comment