37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

વર્ષો પહેલાં તૈયાર થયેલા જાહેર શૌચાલયોને બંધ હાલતમાં રાખી નવા શૌચાલયોને બનાવવાની દોડધામ

ડભોઇ નગરપાલિકા દ્વારા લાખોનું પાણી તૈયાર શૌચાલય બંધ રાખી 500 મીટર દૂર નવું બાંધકામ વિકાસ કે વેડફાટ ડભોઈ શહેરમાં મહુડી ભાગોળ વિસ્તારમાં નગરપાલિકાના વહીવટ અને જાહેર સુવિધાઓના સંચાલન પર ગંભીર સવાલો ઊભા થયા છે.

ડભોઇ નગરપાલિકા વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે, ત્યારે બીજી તરફ, વર્ષો પહેલાં તૈયાર થયેલા જાહેર શૌચાલયોને બંધ હાલતમાં રાખીને તેની નજીકમાં જ નવા બાંધકામની દોડધામ ચાલી રહી છે, જેને કારણે સરકારના લાખો રૂપિયાનો સદંતર વેડફાટ થતો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
મહુડી ભાગોળ: જૂનું શૌચાલય બંધ, નજીકમાં જ નવું કામ શરૂ જૂનું શૌચાલય: મહુડી ભાગોળ વિસ્તારમાં વર્ષ 2007-2008માં ડભોઇ નગરપાલિકા દ્વારા એક જાહેર શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું.હાલની સ્થિતિ: આ શૌચાલય છેલ્લા ત્રણેક વર્ષથી સંપૂર્ણપણે બંધ હાલતમાં છે. નગરપાલિકા દ્વારા તેની જાળવણી પાછળ કોઈ રસ લેવાયો નથી. નવું બાંધકામ: આશ્ચર્યજનક રીતે, નગરપાલિકા દ્વારા જૂના અને બંધ શૌચાલયથી માત્ર 500 થી 600 મીટરના નજીકના અંતરે મહુડી ભાગોળ બહાર રેલવે ફાટક પાસે, એક નવા શૌચાલયનું બાંધકામ હાલમાં ચાલી રહ્યું છે.સરકારી નાણાંનો દુરુપયોગ: વિપરીત સ્થિતિ
​સ્થાનિક નાગરિકો અને જાગૃત લોકોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે નગરપાલિકા સરકારના ખોટા પૈસાનું પાણી કરી રહી છે.

​મોટો સવાલ: જો 2007-08માં બનેલું તૈયાર શૌચાલય, જેને થોડા ખર્ચ સાથે સમારકામ કરીને ફરી ચાલુ કરી શકાય, તેને જાળવણીના અભાવે બંધ રાખવામાં આવ્યું હોય, તો તેના 500 મીટર દૂર નવું શૌચાલય બાંધવાનો અર્થ શું આ નિર્ણયથી સરકારના લાખો રૂપિયા બચાવવાની તક ડભોઇ નગરપાલિકા જાણી જોઈને ગુમાવી રહી છે નગરપાલિકાને નવા કામોમાં જ કેમ રસ ડભોઇમાં આ મુદ્દો હવે મોટી ચર્ચાનો વિષય બન્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે નવા પ્રોજેક્ટમાં રસ: શું નગરપાલિકાને માત્ર નવા બાંધકામોમાં જ વધુ રસ છે, કારણ કે તેમાં નવા કોન્ટ્રાક્ટ અને ફંડની ફાળવણી થતી હોય છેજાળવણીમાં નિષ્ફળતા: તૈયાર માળખાની જાળવણી અને સંચાલન કેમ થતું નથી શું જાળવણીની કામગીરી નગરપાલિકાની પ્રાથમિકતામાં નથી
​વિકાસની વ્યાખ્યા: એક તરફ વિકાસની વાતો અને બીજી તરફ તૈયાર સુવિધાને બંધ રાખી નવી ઊભી કરવી -શું આને વિકાસ કહી શકાય
​ડભોઇની અન્ય ભાગોળના શૌચાલયોની સ્થિતિ મહત્વનું છે કે, ડભોઇની ચારેય ભાગોળ વિસ્તારમાં જાહેર શૌચાલયો ઉપલબ્ધ હોવા છતાં, તેમાંથી કેટલાક બંધ હાલતમાં છે.જો નગરપાલિકા આ તમામ બંધ શૌચાલયોને તાત્કાલિક સમારકામ કરાવીને ફરીથી કાર્યરત કરે, તો નાણાંની બચત નવા બાંધકામો પાછળ થતો મોટો ખર્ચ બચી શકે.
​જાહેર સુવિધા: શહેરીજનો અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા મુસાફરોને મોટી રાહત મળી શકે સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકાએ નવા શૌચાલયના બાંધકામ પર થતો ખર્ચ તાત્કાલિક અટકાવીને, જૂના શૌચાલયોની જાળવણી અને સમારકામને પ્રાથમિકતા આપવી જોઈએ. શું ડભોઇ નગરપાલિકા આ ગંભીર જાહેર મુદ્દામાં રસ લેશે, કે પછી માત્ર નવા પ્રોજેક્ટ પાછળ સરકારી નાણા વેડફાટ કરતી રહેશે, તે જોવું રહ્યું. એ પછી આ જૂના જ શૌચાલક ચાલુ કરશે

Related posts

ડભોઈની શિવપાર્ક અને સિધ્ધિ વિનાયક સોસાયટીમાં તસ્કરોએ એક જ રાત્રિમાં ૩ બંધ મકાનોના તાળા તોડતા તરખાટ મચી

admin

શ્રી લાધારામ સ્કૂલમાં વાર્ષિકોત્સવ ઉજવાયો, વિદ્યાર્થીઓની વિવિધ કૃતિઓએ મંત્રમુગ્ધ કર્યા

admin

વડોદરા શહેર ગોત્રી ગાર્ડનમાં કામ કરતા કર્મચારીઓ એ પગારને લઈને હડતાલ પર ઉતર્યા

admin

Leave a Comment