35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

૧૫ વર્ષથી માધ્યમિક શાળા શરૂ છે પરંતુ હજી સુધી શાળાનું બિલ્ડીંગ બન્યું નથી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કડુલીમહૂડી ગામે ધોરણ 9 થી 12 ની માધ્યમિક શાળા 15 વર્ષ થી ખોલવામાં આવેલ છે. પરંતુ તંત્ર દ્વારા શાળાનું બિલ્ડીંગ ના બનાવાતા વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવવા માટે બેસાડવામાં આવે છે. જયારે શાળામાં બેન્ચીસની સુવિધા નથી. બાળકોને નીચે બેસવું પડે છે.

પ્રાથમિક શાળાના બાળકો શાળા માં આવી જાય ત્યારે નજીક ના મકાન માં અભ્યાસ કરાવવા માટે લઇ જવામાં આવે છે. શાળા માં રમવા માટે નું ગ્રાઉન્ડ નથી માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલ કોમ્પ્યુટર લેબ ધૂળ ખાઈ રહી છે. સરકાર દ્વારા સૌ ભણે સૌ આગળ વધે ના સૂત્રો લખવામાં આવે છે. પરંતુ આદિવાસી વિસ્તાર માં વિદ્યાર્થીઓને શિક્ષણની સુવિધા આપવામાં તંત્ર કેટલું નિષ્ફળ છે. તે નસવાડી તાલુકાના કડુલીમહૂડી ગામે આવેલ માધ્યમિક શાળા ના વિદ્યાર્થીઓ પોતાની આપવીતી જણાવતા કહ્યું છે. અમારી શાળા પ્રાથમિક શાળા ના ઓરડા માં ચાલે છે. ધોરણ 9 થી 12 માં 130 જેટલા વિદ્યાર્થીઓ નજીક ના ગામો માંથી આવે છે. ત્યારે સવાર ના 7;30 થી બપોર ના 12 વાગ્યા સુધી નો શાળા નો સમય છે. શિયાળા ની ઠંડી માં અભ્યાસ માટે આવવા માં મુશ્કેલી પડે છે. અને પ્રાથમિક શાળા ના બાળકો પણ આજ સ્કૂલ ના ઓરડા માં અભ્યાસ કરતા હોવાથી તેઓ 10;30 કલાકે શાળા માં આવી જાય છે. આમ એકજ સ્કૂલ માં બે શાળાઓ ચાલતી હોવાથી પ્રાથમિક શાળા ના બાળકો ને જે વર્ગ ખંડ માં બેસાડવા માં આવે છે. તે જ વર્ગખંડ માં માધ્યમિક શાળા ના વિદ્યાર્થીઓને પણ અભ્યાસ માટે બેસાડવામાં આવે છે. આવી સ્થિતિ 15 વર્ષ થી છે. જયારે પ્રાથમિક શાળા ના બિલ્ડીંગના ઓરડા માં ચોમાસા ના સમય માં વરસાદી પાણી ટપકે બેન્ચીસ ઉપર બેસવાની છૂટ નથી. જયારે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને બેન્ચીસ ઉપર બેસી ને અભ્યાસ કરવાનો હોય છે. કારણ કે છ જેટલા વિષયોના પિરિયડ નું શિક્ષણ કાર્ય કરવું માટે નોટબુક અને પુસ્તકો સાથે રાખવા પડે છે. ત્યારે બેન્ચીસની સુવિધા ના મળતી હોવાથી વિદ્યાર્થીઓ જયારે અમુક વર્ગ માં વિદ્યાર્થીઓને ખુરશી માં બેસાડવામાં આવે છે. જયારે અમુક વર્ગો માં વિદ્યાર્થીઓને નીચે બેસાડવામાં આવે છે. જેના કારણે શિક્ષણ કાર્ય કરવામાં ભારે કઠિનાઈ ભોગવવી પડે છે. જયારે શાળા માં બાળકો ને રમવા માટે ગ્રાઉન્ડ નથી. અને કોમ્પ્યુટર લેબ માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા ફાળવવામાં આવી હતી. તે બંધ કમરા માં ધૂળ ખાઈ રહી છે. કોમ્પ્યુટર લેબ ફિટ કરવાની જગ્યા નથી શાળામાં પૂરતા શિક્ષકો નથી. જેના કારણે અમુક વર્ગ ના શિક્ષકો ઓછા હોવાથી પૂરતો અભ્યાસ થતો નથી જયારે માધ્યમિક શાળા છૂટવાનો સમય 12;30 નો છે પ્રાથમિક શાળા શરુ થવાનો સમય 10;30 નો હોવાથી પ્રાથમિક શાળા ના બાળકો શાળા માં આવી જાય તો બાળકો થી ગ્રાઉન્ડ ભરાઈ જાય છે પ્રાથમિક શાળા ના બાળકો માધ્યમિક શાળા છૂટવાની રાહ જોઈને બેઠા હોવાથી ભારે ધમાલ કરે છે અને અભ્યાસ માં ખલેલ પહોંચતી હોવાથી માધ્યમિક શાળા ના અમુક વિદ્યાર્થીઓને અભ્યાસ માટે દોઢ કલાક નજીક માં ગામના એક ખેડૂત ના મકાન માં ઓટલા ઉપર અભ્યાસ માટે લઇ જવામાં આવે છે જયારે પ્રાથમિક શાળા ના બાળકો ને પણ માધ્યમિક શાળા છૂટવાની રાહ જોઈને એક કલાક બેસવું પડે છે જેનાથી પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ ને પણ અભ્યાસ માં પૂરતો સમય મળતો નથી આવી રીતના ચાલતી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા ના વિદ્યાર્થીઓ હેરાન થાય છે ત્યારે તંત્ર ના અધિકારીઓએ કડુલીમહુડી ગામે ચાલતી માધ્યમિક શાળા ના વિદ્યાર્થીઓ માટે નવું બિલ્ડીંગ બનાવે તેવી માંગ ઉઠી છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

નસવાડીના આંતરિયાળ જંગલ વિસ્તારમા 150 કિલો બીજનુ ડ્રોનથી વાવેતર કરાયું

admin

છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ ખુટાલીયા પોલીસ આર્ચરી ગ્રાઉન્ડ ખાતે વહીવટી પાંખ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

admin

છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ ગામે ચાલતી કસ્તુરબા ગાંધી વિધાલયની વિદ્યાર્થીનીઓને એક જ બસમાં 75 જેટલી વિદ્યાર્થીનીઓને ઝોઝ અને છોટાઉદેપુર વચ્ચે મુસાફરી કરવી પડે છે.

admin

Leave a Comment