40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડી તાલુકાના કસુંબીયા ગામે કરોડો રૂપિયાના ખર્ચ બનાવામાં આવેલ સબ સ્ટેશન લોકાપર્ણ ના થતા શોભા ગાંઠિયા સમાન

નસવાડી તાલુકાના કસુંબીયા ગામે કરોડો રૂપિયાના ખર્ચ બનાવામાં આવેલ સબ સ્ટેશન તૈયાર થઇને ત્રણ માસ થી ધૂળ ખાઈ રહ્યું છે લોકાપર્ણ ના થતા સબ સ્ટેશન શોભા ગાંઠિયા સમાન પડી રહ્યું છે 25 જેટલા ગામોમાં વીજ લાઈનમાં લોડ શેડિંગની સમસ્યાથી લોકો હેરાન પરેશાન રાત્રીના ટાણે લાઈટો ઘુલ થતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો સરકારના મંત્રીઓ પાસે લોકર્પણ માટે સમય જ નથી

નસવાડી ખાતે સબ સ્ટેશન આવેલું છે જેમાં તણખલા સુધી વીજ પુરવઠો નસવાડી સબ સ્ટેશન ઉપર થી પૂરો પાડવામાં આવે છે વીજ લાઈન લાંબી થતી હોવાથી 25 થી વધુ ગામોને વીજ પુરવઠાની સમસ્યા રહે છે કારણ કે વીજ લાઈન લાંબી છે નસવાડી થી 15 કિલો મીટર વિસ્તારમાં વીજ લાઈન હોવાથી વારંવાર વીજ લાઈન ફોલ્ટ ઉપર જાય છે આ સમસ્યાના ઉકેલ માટે નસવાડી તાલુકાના કસુંબીયા ખાતે કરોડો રૂપિયાના ખર્ચ જેટકો વિભાગે સબ સ્ટેશન બનાવ્યું એક વર્ષના વધુ સમય સુધી સબ સ્ટેશન બનાવાની કામગીરી તેમજ વીજ લાઈન ખેંચવાની કામગીરી અને સબ સ્ટેશનઆ ટ્રાન્સફોર્મર લગાવાની કામગીરી ચાલી હતી તે કામગીરી ત્રણ માસ પેહલા જેટકો વિભાગએ પુરી કરી દીધી છે હાલ સબ સ્ટેશન બનીને તૈયાર થઇ ગયું છે ત્યારે કરોડો રૂપિયાના ખર્ચા કર્યા પછી લોકાર્પણ પણ અધિકારીઓ રાહ જોઈ રહ્યા છે ત્યારે સરકારના મંત્રીઓ પાસે એક સબ સ્ટેશનના લોકાર્પણ માટે પણ સમય નથી જેને લઇ 25 થી વધુ ગામોના લોકો હાલ મુશ્કેલી વેઠી રહ્યા છે જયારે એક સબ સ્ટેશન ઉપર થી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવતો હોવાથી વીજ લાઈનની લંબાઈ વધારે હોવાથી વારંવાર વીજ લાઈન લોડ શેડિંગમાં જાય છે જયારે ચોમાસામાં વીજ લાઈનોમાં ફોલ્ટ સર્જાઈ છે ત્યારે વીજ ફોલ્ટ શોધવામાં કલાકો વીતી જાય છે જેના કારણે લોકોને અંધારાપટ્ટમાં સુવાનો વારો આવે છે જેને લઇ વહેલી તકે કસુંબીયા ખાતે બનાવામાં આવેલ સબ સ્ટેશનનું લોકાર્પણ કરી ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’નો ૧૧૭ મો લાઈવ એપિસોડ

admin

પહેલગામમાં આતંકવાદી હુમલા મામલે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યોએ નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી

admin

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે બેંક ઓફ બરોડાના દ્વારા છોટાઉદેપુર આરસેટી ખાતે કાર્યક્રમ યોજાયો

admin

Leave a Comment