30.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં વ્યાપેલી ઘૂસણખોરીને દૂર કરવા માટે તંત્ર મક્કમ

જેમાં અમદાવાદ, સુરત બાદ હવે વડોદરામાં પણ શહેર પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરીને શંકાસ્પદ જણાતા નાગરિકોના વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.જ્યાં આજે આજવા રોડ પર આવેલા એકતા નગરમાં ડીસીપી ઝોન ચારની ટીમ દ્વારા વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું હતું.

કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની નાગરિકોને ત્રણ દિવસમાં ભારત છોડી દેવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. આ સાથે જ પાકિસ્તાની તેમજ બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડીને તેઓના વતન પરત મોકલવા માટેની પણ કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં અમદાવાદ અને સુરત બાદ હવે વડોદરા પોલીસ દ્વારા પણ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને વિવિધ સંવેદનશીલ વિસ્તારો અને વસાહતોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આજે શહેરના આજવા રોડ એકતાનગર વિસ્તારમાં બાપોદ પોલીસ સ્ટેશન તેમજ ડીસીપી ઝોન ચારની ટીમ દ્વારા શંકાસ્પદ રીતે રહેતા 200થી વધુ પુરુષો અને 100 થી વધુ મહિલાઓને ડિટેઇન કરવામાં આવી હતી. તેઓને દોરડા વચ્ચે રાખીને બાપોદ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓના ભારતીય નાગરિક હોવાના પુરાવાઓની વેરિફિકેશન હાથ ધરવામાં આવશે. આ દરમિયાન નકલી દસ્તાવેજોના આધારે ભારતીય નાગરિકત્વ મેળવ્યું હોય તેવા ઘૂસણખોરોને શોધીને તેઓ સામે કાર્યવાહી હાથ ધરાશે.

Related posts

વડોદરા કોર્પોરેશને પકડેલી ગાય જબરજસ્તી છોડાવી જનાર ગોપાલકની ધરપકડનો વિડીયો વાયરલ

admin

દારૂનું ચોરખાનું શોધતા દોઢ કલાક થઈ:મગફળીની આડમાં કન્ટેનરમાં જૂનાગઢ લઈ જવાતો 9 લાખના દારૂ સાથે બેની ધરપકડ કરતી વડોદરા પોલીસ

admin

ડભોઇ થી બોડેલી છુછાપુરા રેલવે સ્ટેશન પર મુસાફરોનો જીવ જોખમમાં: પ્લેટફોર્મના અભાવે ટ્રેનમાંથી કૂદવા મજબૂર

admin

Leave a Comment