વડોદરા મહાનગર પાલિકા ખાતે આગાઉ મળેલી સામાન્ય સભામાં ભાજપના કાઉન્સિલર આશિષ જોષી અને મ્યુ.કમિશનર દિલીપ રાણા વચ્ચે તુંતુંમેંમેં થઈ હતી.જે મામલો હવે ઉગ્ર બન્યો છે.અધિકારીઓ નારાજ થયા છે.ગુરુવારે સાંજે સમય કરતાં પહેલાં પેન ડાઉન કરી દીધું હતું.
વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને ચૂંટાયેલા પ્રતિનિધિનું આવર્તન અયોગ્ય લાગતા પાલિકા ના અધિકારી અત્યારે પોતાના કામનો સમય ઘટાડીને 6 વાગ્યાની 10 મિનિટ કરી દીધો છે. જોકે અધિકારીઓ દ્વારા આ અંગે મેયર ને આશિષ જોશી વિરુદ્ધ રજુવાત કરવા મા આવી હતી, ત્યાર બાદ ભાજપા પ્રમુખે પણ આશિષ જોશી ને નોટિસ આપી છૅ, પરંતુ આજે કેટલાક અધિકારીઓ સાંજે 6-10 થતા પેન ડાઉન કરી હતી જોકે પાલિકા ના ડેપ્યુટી કમિશ્નર ને કહ્યું હતું કે અધિકારીઓ સાથે બેઠક યોજી નિર્ણય લેવાશે, અધિકારીઓ કહી રહ્યા છૅ કે આશિષ જોશી માફી માંગે, જોકે આશિષ જોશી પ્રજાની માફી માંગી રહ્યા છૅ, વિસ્તાર ની સમસ્યા હલ નહિ થતા તેમને પ્રજા ની માફી માંગી હતી. પરંતુ કમિશ્નર કે મેયર. ની સમક્ષ માફી માંગી ના હતી, આજરોજ મળેલી સામાન્ય સભા મા તેમને કોઈ માફી માંગી નથી જેથી અધિકારી બેઠક યોજી નવી રણનીતિ નક્કી કરશે, આગામી દિવસોમાં અધિકારીઓ જોડે બેઠક કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે એવી રીતની વાત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટી વિભાગના કેતન જોશી દ્વારા કરવામાં આવી છે.અત્રે ઊલ્લેખનીય છૅ ગત સામાન્ય સભા મા પ્રતાપનગર યમુના મિલ રોડ પર કાસ ની સફાઈ ના મમલે ભાજપા ના કો્પોરેટર આશિષ જોશી અને કમિશ્નર દિલીપ રાણા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી જેને લઇ ને મામલો ગરમાયો હતો, જે બાદ સભા મુલતવી રહી હતી જે આજે ફરી મળી હતી.

