40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ગુજરાતવડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું ફ્લેગ ઓફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું….

12મી સિઝનમાં વિશ્વના સાત દેશો સહિત ભારતભરના 1.23 લાખથી વધુ દોડવીરોએ વિવિધ કેટેગરીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. વહેલી સવારે વડોદરા શહેરમાં વિવિધ માર્ગો પર માત્રને માત્ર દોડવીરો જ નજરે પડ્યા હતા.
12મી વડોદરા ઇન્ટરનેશલ મેરેથોનમાં ખાસ કરીને એક લાખથી વધુ રજિસ્ટ્રેશન થયાં હતાં, ત્યારે અહીંયાં ટ્રાફિક અવરનેસને લઈ 80,000થી વધુ દોડવીરોએ શપથ લીધા હતા. આજની આ મેરેથોનમાં આ શપથ માટે એક રેકૉર્ડ પણ સ્થાપિત થયો છે. આ સાથે આ મેરેથોનમાં તાજેતરમાં જ લંડન સાયકલ પ્રવાસ કરી પરત ફરેલી અને એવરેસ્ટ સર કરનાર નિશા કુમારી પણ આવી પહોંચી હતી. તેનું મુખ્યમંત્રીના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મેરેથોનમાં ભારત, અમેરિકા, સિંગાપુર, ઇથોપિયા જર્મની સહિતના સાત દેશોના દોડવીરોએ ભાગ લીધો છે. ખાસ કરીને 42.195 કિલોમીટરની ફુલ મેરેથોન માટે કુલ 270થી વધુ રજિસ્ટ્રેશન થયા છે. આ સાથે જ હાફ મેરેથોન 10 કિલોમીટર, 5 કિલોમીટર ટાઈમ રન, પાંચ કિલોમીટર સ્વચ્છતા હેરિટેજ રન અને એક કિલોમીટર દિવ્યાંગ પેરા ઓલિમ્પિક રનમાં દોડવીરોએ ભાગ લઈ આ દોડની શરૂઆત કરી હતી. આ મેરેથોનનું ઉત્સાહથી એક સંકલ્પથી આ પાર્ટિસિપેશન જોયું છે. ટ્રાફિક સેફ્ટી માટેનો એક વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ પણ આમાં સ્થાપિત થયો છે. આ માઘ્યમથી રસ્તા ઉપર ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ, જે શહેર પોલીસ કમિશનર દ્વારા આપણે સૌ કોઈએ શપલ લીધા છે. આ મેરેથોનદોડમાં હું તમામનો આભાર માનું છું. આ એશિયાની સૌથી મોટી મેરેથોન તરીકે ઓળખાય છે.

Related posts

ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ, વડોદરા દ્વારા ઈન્દ્ર ઇન્દ્રપ્રસ્થના રાજાનું આગમન

admin

વડોદરા શહેર નવાયાર્ડ છાણી રોડના મધ્ય ભાગે અચાનક જમીન ધસતાં મોટું ખાડું (ભૂવો) સર્જાયું

admin

શ્રાધ્ધમાં કાગડાને કેમ કાગવાશ નાખવામાં આવે છે ?

admin

Leave a Comment