વડોદરામાં પાલિકાનો ગેરકાયદે દબાણો પર મોટો સપાટો
વડોદરાના ભરચક કડક બજાર વિસ્તારમાં પાલિકા દ્વારા આજે ગેરકાયદે દબાણો સામે ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું. લાંબા સમયથી શાકભાજીની લારીઓ, ગલ્લાઓ અને પથરાયેલા સામાનને કારણે અહીં ભારે ટ્રાફિક જામ સર્જાતો હતો, જેના લીધે રાહદારોને પસાર થવું મુશ્કેલ બન્યું હતું.
પાલિકાએ ગેરકાયદે દબાણો સામે લાલ આંખ કરીને મોટી કાર્યવાહી હાથ ધરી હતી. બે ટ્રક ભરીને લારીઓ, ગલ્લાઓ તથા પથ્થરોનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો.
આ કાર્યવાહી બાદ કડક બજાર વિસ્તારનો માર્ગ સાફ અને સુથારો બન્યો છે, જેના કારણે સ્થાનિક રહીશોને પણ મોટી રાહત અનુભવી છે.

