ડભોઇ તાલુકાના થરવાસા ઓવર બ્રિજ નજીક વાલમાં લીકેજ હોવાથી હજારો ગેલન, પાણીનો વેડફાટ પાણી પુરવઠા વિભાગ દ્વારા લીકેજ રહેતા વાલ રીપેર કરાવવામા આવે તેવી માંગ ઉઠવા પામે છે. હજારો ગેલન પાણી કાસમા વહી જાય છે પીવાના પાણી માટે લોકો વળખા મારે છે જ્યારે બીજી તરફ પાણી પુરવઠા અધિકારીઓ અને કર્મચારી ની બેદરકારીના કારણે હજારો ગેલન કાસમાંથી પાણી પીવાનું વહી જાય છે
ડભોઈ તાલુકાના થરવાસા રોડ ઓવર બ્રિજ પાસે પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની લાઈન માંથી વાલ લીકેજ રહેતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે. ડભોઈ તાલુકાનાં અનેક ગામોમાં પીવાનું પાણી પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઈનો મારફત મોકલવામાં આવતું હોય છે. પરંતુ સમયાંતરે પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ધ્યાન ન અપાતા પાણીની લાઈન ઉપર રહેલા કેટલાક વાલ ક્ષતિગ્રસ્ત રહેતા હજારો લીટર પાણી દુર્વ્યય થય રહ્યો હોય છે. જલ એ જીવન સૂત્રથી સરકાર એક તરફ જ્યારે પાણી બચવાના અભિયાન ચલાવે છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી બચવા અભિયાન નિરર્થક જોવા મળે છે. ડભોઈ તાલુકા ના થરવાસાજવાના માર્ગ ઉપર છેલ્લા ઘણાસમયથી વાલ પાણી છોડવાના સમય દરમ્યાન લીકેજ થતા નજરે પડ્યાં હતાં. ત્યારે પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓ વહેલી તકે તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં લીકેજ રહેતા વાલ રિપેર કરે તેવી લોક માગ ઉઠવા પામી છે…

