41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજીત સરકાર આપના દ્વારે ત્રી દિવસીય મેગા કેમ્પની શરૂઆત

શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજીત #સરકારઆપનાદ્વારે ત્રી દિવસીય મેગાકેમ્પ ની શરૂઆત કરવામાં આવી વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં કેમ્પ નો લાભ લીધો હતો. વિઓ.. શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજીત #સરકારઆપનાદ્વારે ત્રીદિવસીય મેઘા કેમ્પ તારીખ.10 થી 12. જાન્યુઆરી દરમિયાન ઝાંસી કી રાની મેદાન સુભાનપુરા વડોદરા ખાતે યોજવામાં આવ્યો. મેઘા કેમ્પ નો વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી
ના હસ્તે દીપ પ્રાગટ કરીને શરૂઆત કરવામાં આવી હતી જેમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, શહેર ભાજપ ના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નં,9 ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમા બેન આયરે, હેમલતા બેન ગોર, કાઉન્સિલર નરસિંહ ચૌહાણ, શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, વોર્ડ.9 વોર્ડ પ્રમુખ લખધીર સિંહ ઝાલા, પૂર્વ વોર્ડ પ્રમુખ પરેશ બ્રહ્મભટ્ટ, સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવો દ્વારા કેમ્પની મુલાકાત લીધી હતી મેઘા સરકાર આપના દ્વારે… મેગા કેમ્પ સુભાનપુરા, ગોત્રી, ગોરવા, ઈલોરાપાર્ક ઉંડેરા, સેવાસી વિસ્તારના રહીશોના લાભાર્થી હોય લાભ લીધો હતો લાભાર્થે તારીખ ૧૦-૧૧-૧૨- જાન્યુઆરી સવારે ૧૦:૦૦ થી ૩:૦૦ કલાકે દરમિયાન આયોજન કરવામાં આવ્યું મેઘા કેમ્પ માં આધારકાર્ડ, આવકનોદાખલો, રેશનકાર્ડ, આયુષ્માન કાર્ડ,વિધવા સહાય,ચૂંટણી કાર્ડ. મેડિકલ કેમ્પ હોમિયોપેથીક,ઓર્થોપેડિક,રેન્ડમ બ્લડ ટેસ્ટ,ડાયાબિટીસ,મેલેરિયા તેમજ સર્વરોગ નિદાન. નિશુલ્ક ચશ્મા નું વિતરણ–> આંખોની ફ્રી તપાસ તેમજ નંબરવાળા ચશ્મા નિશુલ્ક કાઢી આપવામાં આવશે કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.

Related posts

મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને વડોદરાના કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

admin

વર્લ્ડ કપ જીત્યા બાદ પ્રથમ વખત વડોદરા આવેલ હાર્દિક પડ્યાનો ભવ્ય રોડ-શો

admin

ડભોઇ નગરપાલિકા દ્વારા પી.એમ.સ્વનિધિ યોજના અંતર્ગત શેરી ફેરીયાઓ માટે લોન ડિસ્બર્સમેન્ટ તથા ક્રેડિટ કાર્ડ લોન્ચિંગનો કાર્યક્રમ

admin

Leave a Comment