Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સાવલી–વડોદરા રોડ પર રિક્ષા–બાઈક વચ્ચે અકસ્માત ત્રણને ગંભીર ઇજા

વડોદરા જિલ્લાના સાવલી–વડોદરા રોડ પર મંજુસર ગામ નજીક રિક્ષા અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ રિક્ષા ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા સામેથી આવી રહેલી બાઈક સાથે અથડામણ થઈ હતી.

અકસાનતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકોની મદદથી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વડોદરા શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

બનાવને પગલે રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Related posts

ડભોઇ તાલુકાના થરવાસા પાસે પાણીની લાઈનમાં ભંગાણ, હજારો લિટર પીવાનું પાણી વેડફાયું ​તંત્રની ઘોર બેદરકારી

admin

વડોદરા શહેરમાં મહાનગર પાલિકાની એફોર્ડેબલ હાઉસિંગ યોજનાના અધિકારીઓની ગંભીર બેદરકારી બહાર આવી

admin

વડોદરા શહેરના કાછીયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૫૦મો સમુહ લગ્નોત્સવ

admin

Leave a Comment