સૌ પહેલા તા. ૧૦ ઓગસ્ટ ૨૦૧૩ નાં દિવસથી વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી શરુ કરી હતી. ત્યારબાદ આ ક્ષેત્રમાં કામ કરતી અનેક સંસ્થાઓ જોડાઈ હતી. ભારતમાં અને ગુજરાતમાં વર્ષ ર૦૧૩થી વન વિભાગ દ્રારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરુઆત કરવામાં આવી
સમગ્ર વિશ્વમાં એશિયાઇ સિંહની કુદરતી વસ્તી ફક્ત ભારત દેશના ગુજરાતમાં સ્થિત ગીરના જંગલોમાં જ જીવિત જોવા મળે છે.
નર આફ્રિકન સિંહની ગાઢ અને ભરાવદાર કેશની તુલનામાં નર એશિયાઇ સિંહની કેશ પ્રમાણમાં ઓછી ગાઢ અને છૂટીછવાઈ હોય છે. આફ્રિકન સિંહની સરખામણીમાં એશિયાઈ સિંહની ઓછી ગાઢ અને છૂટીછવાઇ કેશના કારણે એશિયાઈ સિંહના કાન સહેલાઇથી દેખાય છે.
એશિયાઇ સિંહ પેન્થેરા લીઓ લીઓ, આફ્રિકન સિંહ પેન્થેરા લીઓ પર્સિકા
સિંહની આ બન્ને પેટા-પ્રજાતિઓ વચ્ચેની સૌથી વિશિષ્ટ લાક્ષણિકતા, એશિયાઇ સિંહના પેટની સંપૂર્ણ લંબાઈના ભાગમાં હાજર લચીલી ગોદળી જેવી ચામડી છે જે આફ્રિકન સિંહોમાં જોવા મળતી નથી.
previous post

