વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ટાઉન પ્લાનિંગ સમિતિની બેઠક મળી હતી સમિતિના અધ્યક્ષ ઘનશ્યામ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સમિતિના સભ્યો, ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા આજના એજન્ડા પરના કામો પૈકી મુખ્ય કામ માંજલપુર માં સરસ્વતી કોમ્પ્લેક્સ થી અલવાનાકા સુધીના રોડને 15 મીટરના જગ્યાએ 24 મીટર કરવા અંગેના મંજૂરી નું હતું જે કામને લઈને અનેક આક્ષેપો થયા હતા બિલ્ડર અને રાજકીય નેતાઓને ફાયદો પહોંચાડવા માટે આ કામ આવ્યું હોવાની ચર્ચા હતી આ કામને પણ મંજૂરી આપવામાં આવી છે અને પણ ત્રણ કામો મંજૂર કરવામાં આવ્યા છે. આજે સમિતિમાં લેવાયેલા નિર્ણયો અંગે ઘનશ્યામ પટેલે વિસ્તૃતમાં માહિતી આપી હતી અને માંજલપુરના 24 મીટરના રોડ અંગેના મંજૂર થયેલા કામ અંગેના પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા અને કોઈને ફાયદો પહોંચાડવા આ કામ થયું નથી અને પ્રજાહિતમાં કામ થયું છે તેમ જણાવ્યું હતું.

