જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હોળી પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતિક સમાન આ મહાપર્વ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારો અને ગામડાઓમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું.
હોલિકા દહન પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. શ્રદ્ધાળુઓએ સળગતી હોલીકામાં શ્રીફળ, ઘાણી, દાણા તથા અન્ય પૂજન સામગ્રી અર્પણ કરી પ્રદક્ષિણા કરી હતી. નાના બાળકોની પ્રથમ હોળી નિમિત્તે પરિવારો દ્વારા ખાસ કરીને હોળીની પરિક્રમા કરાવવામાં આવતી હોય છે.
હોળી પર્વે નવદંપતિઓ, પુરુષો અને મહિલાઓએ પણ પરંપરાગત રીતે હોલીકાની પૂજા કરી પ્રદક્ષિણા કરી ઉત્સાહભેર ઉજવણી કરી હતી. સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો.

