તાલુકા સેવા સદન, જેતપુર પાવી ખાતે “રાષ્ટ્રીય સ્વરાજ અભિયાન યોજના” અંતર્ગત આંગણવાડી કાર્યકર બહેનોને તાલીમ આપવામાં આવી. કેપેસીટી બિલ્ડીંગ પ્રોગ્રામ દ્રારા “રાષ્ટ્રીય સ્વરાજ અભિયાન યોજના” ટ્રેનિંગ પાર્ટનર સ્કૂલનેટ ઇન્ડિયા લીમીટેડ, છોટા ઉદેપુર દ્રારા તાલીમ આપવામાં આવી. જેમાં R.G.S.A બ્લોક કોડીનેટર જગદીશભાઈ રાઠવા અને R.G.S.A. તાલુકા કોડિનેટર ધ્રુવભાઈ રાઠવા દ્વારા આયોજન કરી આંગણવાડી બહેનોને રાજુભાઈ કોલચા ટ્રેનર દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી.
જેમાં પંચાયત રાજ અધિનિયમ, ભૂમિકાઓ અને જવાબદારીઓ, ૧૫મુ નાણાંપંચ વિગેરે વિષયો ઉપર માહિતી આપવામાં આવી હતી.
આ પ્રકારની તાલીમ ગ્રામ્ય કક્ષાએ ખુબ જ ઉપયોગી સાબિત થાય તેમ છે. જેથી કરીને સરકારની તમામ પ્રકારની યોજનાનો લાભ તાલુકાના છેવાડાના ગામ સુધી પહોંચી શકે.
રિપોર્ટર : વિમલ રાઠવા, જેતપુર પાવી

