27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

શિવ સંકલ્પ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ

શિવ સંકલ્પ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ડભોઈ તાલુકા ના સાઠોદ ગામ ખાતે સંકલ્પ વિદ્યાલય અને સુખધામ વડીલ વિસામો એટલે કે વૃદ્ધાશ્રમ નું સંચાલન કરવામાં આવે છે જ્યાં આજરોજ વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં ધારાસભ્ય શૈલેષ મહેતા ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ સંસ્થા દ્વારા બાળકો ને ભણવા માટે નિઃશુલ્ક વ્યવસ્થા કરવા માં આવી છે.સાથે જ વૃદ્ધાશ્રમ માં વડીલો માટે નજીવો ચાર્જ ભરી રહેવા માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.વડીલો માટે ત્યાં સુંદર વાતાવરણ માં મહાદેવ નું મંદિર,જમવા માટે ડાઇનિંગ હોલ,પ્રાર્થના માટે પ્રાર્થના હોલ,જેવી વ્યવસ્થા કરવામાં આવી છે.જ્યાં સિનિયર સીટીઝન વડીલો ને શાંતિપૂર્ણ વાતાવરણ માં રહેવા માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.આજરોજ આ સંસ્થા દ્વારા સાઠોદ ગામ ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જે કાર્યક્રમ માં ડભોઈ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા આમંત્રણ આપવામાં આવ્યું.આ કાર્યક્રમ માં હાજર રહી ધારાસભ્ય એ વૃદ્ધાશ્રમ ના વડીલો સાથે સમય પસાર કરી વડીલો સાથે ચર્ચા કરી હતી સાથે તેઓના હસ્તે વૃક્ષારોપણ કરી કાર્યક્રમ માં સહભાગી થયા હતા.આ પ્રસંગે સુખધામના માલિક સુરેન્દ્ર સિંહ રાજગોર તેમજ વ્યવસ્થાપક અંગ્રેજસિંગ સહિત ડભોઇ નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ,મહામંત્રી અમિત સોલંકી ઉપસ્થિત રહી શિવ સંકલ્પ વેલ્ફેર ફાઉન્ડેશન તેમજ સંકલ્પ વિદ્યાલય સુખધામ માં વૃક્ષારોપણ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતી.

Related posts

છોટાઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકાના ભાનુંબેનને લગ્ન ના 16 વષ બાદ તંદુરસ્ત બાળકનો જન્મ થયો.

admin

“સ્વયં અને સમાજ માટે યોગ” થીમ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી

admin

ડભોઇ તાલુકાના ચાંદોદમાં મોટી દુર્ઘટના ટળી, ST બસની ટક્કરે બે વીજપોલ ધરાશાયી

admin

Leave a Comment